મંજૂરી:16 કરોડનાં કામોને મંજૂરી, રોડના રિપેરિંગ કામને મહત્ત્વ અપાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
15મા નાણાપંચના 12 કરોડનાં કામોને મંજૂરી અપાઈ - Divya Bhaskar
15મા નાણાપંચના 12 કરોડનાં કામોને મંજૂરી અપાઈ
  • સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાની કારોબારી સમિતિની સાધારણ સભા યોજાઇ

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાની કારોબારી સમિતિની બેઠકના આયોજનમાં શહેરના બિસમાર માર્ગોના રિપેરિંગના કામોને મહત્ત્વ આપી રૂ.16 કરોડના કામોને બહાલી અપાઇ હતી. ઉપરાંત અન્ય વિકાસના કામોને પણ બહાલી અપાઇ હતી. 15મા નાણા પંચના 12 કરોડના કામોને મંજુરી અપાઇ હતી.

સંયુક્ત પાલિકા કચેરીમાં કારોબારી ચેરમેન મનોહરસિંહ રાણાની આગેવાનીમાં કારોબારી સમિતિની સાધારણ સભાનું આયોજન કરાયું. ચૂંટાયેલા સદસ્યોની સમક્ષ 88 વિકાસના કામો રજૂ થતા બહાલી આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જંક્શન કોલોની રેલવે લાઈન સુરેન્દ્રનગરમાં 14મા નાણાપંચના સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ.3, 29, 251,કુંભારપરા કોઝવે જંક્શન સ્ટ્રીટ લાઇટ, રતનપર જોરાવરનગર વિસ્તારમાં સીસી રોડના કામો, વિશ્વકર્મા સોસાયટ લીંબડી રોડ અન્ડરગ્રાઉન્ડ ગટરના કામ, આરએવાય યોજનામાં 240 આવાસોની કામગીરી અંગે, પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્વરાજ ભવન પાસે નવી બિલ્ડિંગ બનાવવા, ઉદ્યોગનગરમાં ગાર્ડન ડેવલપ કરવા, આઉટ સોર્સિંગથી 70 કામદારને રાખવા, પાલિકાના જુદાજુદા પેવર રોડ, આરસીસી રોડને રિપેરિંગના કામને મહત્વતા આપી તેના કામો જેમાં ચોમાસામાં નુકસાનને ડામર કામ અને પેચવર્ક, સીસીકામ, કમ્પાઉન્ડ રિપેરિંગ, પાણી નિકાલ પાઇ નાંખવા સહિતના 88 જેટલા વિકાસના 16 કરોડના કામોને બહાલી અપાઈ હતી.

કોઝવે માટે 7 કરોડ મંજૂર
સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયત કચેરી આસપાસ કલેક્ટર કચેરી કોર્ટ, પાલિકા સહિત કચેરીઓ આવેલી હોવાથી અહીંથી બહુમાળી ભવન સહિત રાજકોટ રોડ તરફ લોકો અવરજવર કરે છે.અહીં કોઝવે બિસમાર હોવાથી જિલ્લા પંચાયત કોઝવે માટે 7 કરોડના કામને બહાલી આપવામાં આવી હતી.

જોરાવરનગરના ફુવારા સર્કલે જોરાવરસિંહજીની પ્રતિમા મુકાશે
સુરેન્દ્રનગરના જોડિયા શહેર જોરાવરનગર જે જોરાવરસિંહજીના નામથી નામકરણ થયું છે. આ જોરાવરનગરના ફુવારા સર્કલે જોરાવરસિંહજીની પ્રતિમા મુકવા5 લાખ મંજૂરી, અન્ય સર્કલ બનાવવા પણ 10 લાખની મંજૂરી આપવામાં આવી હતી.

નવા 80 ફૂટ રોડ તરફના માર્ગનું ડો.મૃગેશ રાઠોડ નામકરણ
સુરેન્દ્રનગરના જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સ્વ.ડો.મૃગેશ રાઠોડ જેમનું તાજેતરમાં અવસાન થયું હતું. તેમની સેવાને યાદઆપવા મારુતિ પાર્ક સર્કલ, 80 ફૂટ રોડથી નવા 80 ફૂટ રોડ તરફ જતા માર્ગને ડો.મૃગેશભાઇ રાઠોડ માર્ગ નામ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...