તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનામાં માતા-પિતા ગુમાવનારાં 16 બાળકોને મહિને રૂ.4 હજાર મળશે

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો શુભારંભ કરી સહાય અર્પણ કરાઇ

રાજ્યસરકારે કોરોનામાં માંબાપ ગુમાવનાર બાળકોને સહાય માટે બાળ સેવા યોજના શરૂ કરી હતી. જેમાં જિલ્લાના 16 બાળકોને આવરી લીધા હતા. આથી આ બાળકોને હવે 18 વર્ષ ઉમર સુધી રૂ.4 હજાર પ્રતિમાસ સહાય મળશે.જ્યારે આગળ 21 વર્ષ પછી પણ આફ્ટર કેર યોજનાનો લાભ મળતો રહેશે. કોરોના મહામારીમં માં બાપનો આશરો ગુમાવનાર બાળકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી દ્વારા બાળ સેવા યોજનાનો ઓનલાઇન શુભારંભ કર્યોહતો. આયોજના અંતર્ગત કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકને પ્રતિમાસ 4000 આર્થિક સહાય મળે છે.

યોજના લોન્ચીંગ રાજ્યવ્યાપી કાર્યક્રમ અન્વયે નિરાધાર બનેલા રાજ્યના 776 બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઇન બેકખાતામાં પૈસા જમા કરાવ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં પણ આ કાર્યક્રમ યોજાતા જિલ્લાના 16 બાળકોને સહાય અર્પણ કરાઇહતી. આ યોજના અંતર્ગત જે બાળકને 0થી 18 વર્ષ્ સુધી દર મહિને 4 હજાર સરકાર આપશે.

જ્યારે બાળક 18 વર્ષ પુર્ણ થાય પછી પણ અભ્યાસ ચાલુ હશેતેને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઇ 6 હજારની સહાય અપાશે આવા બાળક 24 વર્ષ પુર્ણ થાય ત્યાં સુધી આફ્ટર કેર યોજનાની સહાય મળશે. આ પ્રસંગે અધિક કલેક્ટર એન.ડી.ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઇ મોટકા, પ્રોબેશનઅધિકારી જયપાલ ચૌહાણ, ચીફઓફિસર સહિત લાભાર્થી બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...