અટકાયત:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત કરાઈ

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત કરાઈ - Divya Bhaskar
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત કરાઈ
  • જિલ્લામાં 592માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યાં

મોરબી જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેથી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે કલેકટર દ્વારા અગાઉ જિલ્લાના તમામ હથિયાર ધારકોને નિયત સમયમાં પોતાના હથિયારો નજીકના પોલીસ મથકમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હાલ કુલ 592 લોકો હથિયારોનો પરવાનો ધરાવે છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે હથિયારો જમા કરવાનો આદેશ થતા અત્યાર સુધીમાં જિલ્લાના 592 માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યાં છે અને 3 જેટલા હથિયાર ધારકોને હથિયારો જમા કરવાનું બાકી છે. જ્યારે પરમિશન લીધી હોય એવા અને હથિયારો જમા ન કરવાના હોય એવા 13 હથિયાર ધારકો છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસે ચૂંટણી સંદર્ભે 1557 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...