જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં 500 ઉમેદવારોને ભરતીમેળામાં ભાગ લેવા માટે પત્ર લખી જાણ કરવામાં આવી હતી. કુલ-5 નોકરીદાતા દ્વારા સેલ્સ એક્ઝિક્યુટીવ, પ્રોડકશન મેનેજર, ઓટોકેડ ડિઝાઇનર, કવોલીટી ચેકર, આસી.મેનેજર, ડીલીવરી બોય, સ્પેર પાર્ટ્સ સ્ટોરકીપર, મીકેનીક ટેકનિશ્યન અને રીસેપ્સનિસ્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં ધો.8થી સ્નાતક તથા આઇટીઆઇ, ડીગ્રી, ડીપ્લોમાં સહિતની લાયકાત ધરાવતા 153 જેટલાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ રોજગાર ભરતીમેળામાં મેન્યુફેકચરીંગ સેકટરમાં 7 જગ્યા સામે 7 ઉમેદવારો અને સર્વિસ સેકટરમાં 93 જગ્યા સામે 75 ઉમેદવારો એમ કરીને કુલ 100 જગ્યા સામે કુલ 82 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. મેળા સમયે જિલ્લા રોજગાર અધિકારી જે.ડી.જેઠવા સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.