વેક્સિનેશન:જિલ્લામાં મંગળવારે 15110 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે 67 કેન્દ્રો પર 15110 લોકોએ રસી લીધી હતી. આમ સતત બે દિવસથી 15 હજારથી વધુ લોકોનુ રસીકરણ જોવા મળતા અત્યાર સુધીમાં કુલ 14.71 લાખથી વધુએ લોકોએ રસીનો લાભ લીધો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં 10,32,181 પ્રથમ તેમજ 4,38,967 બીજા ડોઝ સાથે અત્યાર સુધીમાં કુલ 14,71,148 લોકોનું રસીકરણ થયુ હતુ. તા. 5 ઓક્ટોબરને મંગળવારે 67 કેન્દ્રો પર 15155 લોકોએ રસીનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં 7,77,537 પુરૂષોની સામે 6,93,385 મહિલાઓએ પણ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...