સેવાકાર્ય:1500 વિદ્યાર્થિનીએ 1700થી વધુ વસ્ત્રો દાન માટે એકત્ર કર્યા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરપીપી ગર્લ્સ સ્કૂલ પરિવારે દિવ્ય ભાસ્કરના વસ્ત્રદાન અભિયાનમાં જોડાઇ. - Divya Bhaskar
આરપીપી ગર્લ્સ સ્કૂલ પરિવારે દિવ્ય ભાસ્કરના વસ્ત્રદાન અભિયાનમાં જોડાઇ.
  • સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલ ‘દિવ્ય ભાસ્કર’ના અભિયાનમાં જોડાઇ

દિવ્ય ભાસ્કર દ્વારા હાલ ઠંડીની સિઝનમાં એવા લોકો જેઓ ખુલ્લામાં રહે છે. જેઓ પોતાના માટે ગરમ વસ્ત્રો ખરીદી નથી શકતા તેમને મદદરૂપ થવા ગરમ વસ્ત્રોનું દાન અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલ પણ જોડાઇ હતી. જેમાં શાળાની 1500થી વધુ બાળાએ ગરીબોને આપવા માટે 1700થી વધુ ગરમ વસ્ત્રો એકત્ર કર્યા હતા.

આ અંગે શાળાના પ્રિન્સિપાલ સ્વાતિબેન ઓઝાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર શહેરમાં સૌપ્રથમ બહેનોના અભ્યાસ માટે શરૂ થયેલ 60 વર્ષ જૂની એજ્યુકેશન સોસાયટી સંચાલીત આરપીપી ગર્લ્સ સ્કૂલમાં વિનોદીનીબેન શાહ સહિતના માર્ગદર્શનમાં ‘ભલા બનો ભલું કરો’ના સૂત્રને ધ્યાને લઇ બાળાઓને જીવનમાં કોઇ એક સેવા કાર્ય કરવું તેવું શીખવવાની પરંપરા છે.

હાલ ઘણા લોકો એવા હોય છે જેમને ઠંડીથી રક્ષણ આપતા વસ્ત્ર નથી ખરીદી શકતા. દિવ્ય ભાસ્કરના ગરમ વસ્ત્રોના દાન અભિયાનની પહેલ ધ્યાને આવતા આ સેવા કાર્ય હાથ ધર્યું હતું. જેમાં શાળા પરિવાર અને બાળાઓનો સાથ મળ્યો હતો. આથી શાળના સુપારવાઇઝર, શિક્ષકો, જીએસ, વાઇસજીએસ સહિત લોકોએ એકત્ર કરેલા સ્વેટર, મફલર, હાથ-પગના મોજા, ટોપી સહિત ગરમ વસ્ત્રો શહેરના વિવિધ ઝૂપડપટ્ટી વિસ્તારમાં રૂબરૂ જઇ અર્પણ કર્યા હતા. આ કાર્ય થકી લોકોને મદદરૂપ થયાનો સંતોષ મળ્યો હતો.

સામેના સૂબામાં કોઈને વસ્ત્રો મળ્યા નથી ત્યાં આપો
જ્યારે શાળા પરિવાર રણવિસ્તારમાં ગરમ વસ્ત્રોના દાન આપવા માટે ગયા હતા. તે દરમિયાન એક સૂબામાં ગયા હતા. જ્યાં અગરિયા બહેનોને વસ્ત્રો આપ્યા તો તેમણે જણાવ્યું કે અમોને હાલ અન્ય સંસ્થા તરફથી ગરમ વસ્ત્રો અપાયા છે. જ્યારે સામેના સૂબામાં કોઇને નથી મળ્યા ત્યાં આ વસ્ત્રો આપો.આમ અગરિયા પરિવારે અભાવ વાળા જીવનમાં પણ આત્મસંતોષના દર્શન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...