તસ્કરી:મૂળીના ખંપાળિયા ગામે ઘરેણા, રોકડા સહિત 1.50 લાખની ચોરી

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંપાળિયા ગામે ચાંદી સહિત રોકડ રકમની ચોરી. - Divya Bhaskar
ખંપાળિયા ગામે ચાંદી સહિત રોકડ રકમની ચોરી.
  • પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી

મૂળી તાલુકાનાં ખંપાળિયા ગામે મોટાભાગનાં લોકો વાડીએ મકાન બનાવી રહે છે. પતિ પત્નિ બહાર ગયાનો મોકો ઉઠાવી ચોરે ધોળા દિવસે ચાંદી, રોકડ સહિત 1.50 લાખની મતા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.મૂળી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરીનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે.

જેમાં અમુક ગુના દાખલ થાય છે, જ્યારે અમુક નહીં. ત્યારે અગાઉ ખંપાળિયા ગામે લાખો રૂપિયાની ચોરી થયાની હજુ શાહી સુકાઇ નથી ત્યાં ખંપાળિયા ગામે રહેતા જાદુભાઇ સતાભાઇ વસવેલિયા અને તેમનાં પત્નિ પાકને પાણી પીવડાવા ગયા હતા અને બાદમાં લૌકિક ક્રિયાએ ગયા બાદ કોઇ અજાણ્યા શખસ ઘરમાં પ્રવેશી તિજોરીમાં રાખેલ 2 ચાંદીના કડલા, 2 ચાંદીનાં સરલ, 1 ચાંદીની લકી તેમજ કપાસનું વેચાણ કરી રાખેલ 1.25 લાખ રોકડા સહિત 1.50 લાખની મતા સાફ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.જ્યારે પ્રાથમિક તપાસમાં જે ઇસમ ચોરી કરવા આવ્યો છે તેને બૂટ પહેરેલ છે અને તેનાં પગલા રાયસંગપર તરફ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...