તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:પાટડીના વઘાડાની રૂ.1.50 લાખની જીરા ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટડીના વઘાડાની રૂ.1.50 લાખની જીરા ચોરીનો ભેદ ઉકેલાયો - Divya Bhaskar
પાટડીના વઘાડાની રૂ.1.50 લાખની જીરા ચોરીનો ભેદ ઉકેલાયો
 • પાટડી પોલીસે ખારાઘોડાના આરોપીને વિરમગામથી ઝબ્બે કર્યો

પાટડી તાલુકાના વઘાડા ગામેથી ગત તા. 17મી માર્ચે રૂ.1.50 લાખની કિંમતના 60 મણ જીરાની ચોરી થઇ હતી. જે અંગે નોંધાયેલી ફરીયાદના આધારે પાટડી પોલીસે છટકુ ગોઠવીને મૂળ ખારાઘોડાના આરોપીને વિરમગામથી ઝબ્બે કર્યો હતો. અને તેની પાસેથી ચોરાયેલો જીરાનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાં બનતા ચોરીના બનાવો અટકાવવા અને ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરવા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેના આધારે ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાની આગેવાનીમાં પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પાટડી તાલુકાના વઘાડા ગામે ગત તારીખ 17મી માર્ચના રોજ 60 મણ જીરાની 20 નંગ બોરી કિંમત રૂ. 1,50,000ની ચોરી અંગેની પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.

ચોરાયેલા જીરાનો મુદ્દામાલ રૈયાપુર ચોકડી પાસે આવેલા બંધ ગોડાઉનમાં રાખ્યો

જેના આધારે પાટડી પોલીસે છટકુ ગોઠવીને મૂળ પાટડી તાલુકાના ખારાઘોડાના વતની આરોપી સદામ શેખ (ઉંમર વર્ષ- 27) રહે- જુમ્મા મસ્જીદ પાસે, વિરમગામને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવી આગવી ઢબે પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો. અને આરોપી સદામ શેખે પોતાના સાથીદારો સાથે મળીને પાટડી તાલુકાના વઘાડા ગામેથી 60 મણ જીરાની ચોરીની કબુલાત કરી હતી. અને આ ચોરાયેલા જીરાનો મુદ્દામાલ વિરમગામ રૈયાપુર ચોકડી પાસે આવેલા બંધ ગોડાઉનમાં રાખેલો હોવાનું જણાવતા આરોપી સાથે ચોરાયેલા જીરાનો મુદ્દામાલ ઝબ્બે કરી આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.એન.ચૌધરી સહિત ઇન્દ્રજીતસિંહ રાઠોડ, સાગર ખાંભલા, નિલેશ રથવી, શૈલેષ, રાજભા અને અનીલદાન ગઢવી સહિતનો પાટડી પોલીસ મથકનો સ્ટાફ હતો. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો