પરિવર્તન સંકલ્પ યાત્રા:સાયલામાં 150 કૉંગી કાર્યકર યાત્રામાં જોડાયા; ચોટીલા, સુ.નગર પણ ગઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા નીકળી
  • પાંચેય તાલુકા પંચાયતમાં ઉમેદવારી પત્રો વિતરણની પ્રક્રિયા હાથ ધરાઈ

કૉંગ્રેસની ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા શનિવારે સાયલા, ચોટીલા થઈ સુરેન્દ્રનગરમાં નીકળી હતી. યાત્રા લીંબડીથી સાયલા આવી પહોંચતા પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસના વચન તેમજ પરિવર્તન એજ કલ્યાણના નેમ કરીને જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, વિરોધ પક્ષના નેતા કલ્પનાબહેન ધોરીયા, ચેતનભાઈ ખાચર, સરપંચ અજયરાજસિંહ ઝાલા,પીન્ટુભાઇ જાડેજા, મહાવીરસિંહ પરમાર, વિરસંગભાઇ અઘારા, અજયભાઈ વાઘેલા તેમજ સાયલા તાલુકાના 150થી વધુ કાર્યકર્તા જોડાયા હતા.

જિલ્લાની 5 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે તંત્રે પ્રક્રિયા હાથ ધરી છે. વઢવાણ, દસાડા, લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠકો માટે સંબંધિત તાલુકા સેવાસદનમાં ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કાર્યવાહી 14 નવેમ્બર સુધી કરાશે. જિલ્લાના 5 પ્રાંત અધિકારીને તેમના તાલુકા સેવાસદનમાં ઉમેદવારો પત્રો મેળવી અને ભરવાની કાર્યવાહી હાથ ધરાશે, જેમાં વઢવાણ, દસાડા, લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રાનાં ફોર્મ ભરવા અને જમા કરાવવા તાલુકા સેવાસદનોમાં વ્યવસ્થા કરાઈ છે. આથી દરેક ઉમેદવારો તા. 5થી 14 નવેમ્બર સુધી જાહેર રજા સિવાય સવારે 11થી 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો મેળવી અને ભરેલા ઉમેદવારી પત્રો જમા કરાવી શકશે.

પ્રથમ દિવસે એક પણ ફોર્મ ન ભરાયું
શનિવાર, 5 નવેમ્બરથી ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરૂઆત થઈ હતી. જોકે પ્રથમ દિવસે જિલ્લામાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું ન હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...