પોલીસ કર્મીઓની બદલી:જિલ્લામાં ચૂંટણી પહેલા વધુ 15 પોલીસ કર્મીની બદલી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પોલીસ મથકમાં વધુ સમયથી નોકરી કરતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વર્તમાન સમયે ચૂંટણીનો માહોલ જામી ગયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 15 પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં વધુ સમય નોકરી કરી હોય કે પછી કોઇને પારીવારીક મુશ્કેલીને કારણે બદલી કરાવવી હોય આવી તમામ બાબતો સાંભળવા માટે જિલ્લા પોલીસ વડા હરેશ કુમાર દૂધાતે ઓડલીરૂમનુ આયોજન કર્યુ હતુ.

જેમાં પોલીસ કર્મીને સાંભળીને રવિવાર કુલ 15 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કર્યા હતા. જેમાં સોયબભાઇ મકરાણીને ધ્રાંગધ્રા તાલુકાથી ધ્રાંગધ્રા સિટી,પ્રકાશભાઇ ખાખડીયાને બજાણાથી પાટડી, વનરાજસિંહ ચૌહાણને એસડીપીઓ સુરેન્દ્રનગરથી પેરોલ ફર્લો,પ્રસન્નબેન પચ્છમીયાને ઝીઝુવાડાથી હેડકવાટર,રાજેશભાઇ રોજીસરાને હેડકવાટરથી જોરાવરનગર, લાલજીભાઇ સાંગલાણીને સિટી બીમાંથી સિટીએમાં, જાગૃતીબેન રોજીયાને મૂળીથી હેડકવાટર જયારે ભરતભાઇ સોંડલાને ચૂડાથી લીંબડી,નરેશભાઇ મકવાણાને જોરાવરનગરથી નાની મોલડી બદલી કરવામાં આવી હતી.

ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વર્તમાન સમયે ચૂંટણીનો માહોલ જામી ગયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 15 પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં વધુ સમય નોકરી કરી હોય કે પછી કોઇને પારીવારીક મુશ્કેલીને કારણે બદલી કરાવવી હોય આવી તમામ બાબતો સાંભળવા માટે જિલ્લા પોલીસ વડા હરેશ કુમાર દૂધાતે ઓડલીરૂમનુ આયોજન કર્યુ હતુ.

જેમાં પોલીસ કર્મીને સાંભળીને રવિવાર કુલ 15 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કર્યા હતા. જેમાં સોયબભાઇ મકરાણીને ધ્રાંગધ્રા તાલુકાથી ધ્રાંગધ્રા સિટી,પ્રકાશભાઇ ખાખડીયાને બજાણાથી પાટડી, વનરાજસિંહ ચૌહાણને એસડીપીઓ સુરેન્દ્રનગરથી પેરોલ ફર્લો,પ્રસન્નબેન પચ્છમીયાને ઝીઝુવાડાથી હેડકવાટર,રાજેશભાઇ રોજીસરાને હેડકવાટરથી જોરાવરનગર, લાલજીભાઇ સાંગલાણીને સિટી બીમાંથી સિટીએમાં, જાગૃતીબેન રોજીયાને મૂળીથી હેડકવાટર જયારે ભરતભાઇ સોંડલાને ચૂડાથી લીંબડી,નરેશભાઇ મકવાણાને જોરાવરનગરથી નાની મોલડી બદલી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...