કોરોનાનો કહેર:15એ કોરાનાને હરાવ્યો: ઝાલાવાડમાં રવિ-સોમ દરમિયાન 27 કેસ નોંધાયા સામે 2 દિવસમાં 27 દર્દીઓએ કોરોનાને હરાવતાં રાહત થઇ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની કોવીડ હોસ્પિટલમાંથી સોમવારે 15 દર્દીઓને રજા અપાઇ હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગરની કોવીડ હોસ્પિટલમાંથી સોમવારે 15 દર્દીઓને રજા અપાઇ હતી.
  • સુરેન્દ્રનગરના નિવૃત્ત બેંક મેનેજર સહિત જિલ્લામાં વધુ 10ને કોરોના

ઝાલાવાડમાં રવિવારે એક સાથે 17 કેસ નોંધાયા બાદ સોમવારે સુરેન્દ્રનગર શહેર, લીંબડી, ધ્રાંગધ્રા અને પાટડીમાં કોરોનાના કેસ ધ્યાને આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે હળવદમાં 2 કેસ નોંધાયા હતા. બીજી તરફ સોમવારે શહેરના ગાંધી હોસ્પિટલમાં આવેલ કોવીડ સેન્ટરમાંથી 15 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઇ હતી.

સુરેન્દ્રનગરની વાઘેશ્વરી સોસાયટીમાં અને બેંકના નિવૃત મેનેજર 72 વર્ષીય પુરૂષ, હરશકિત સોસાયટીમાં 27 વર્ષીય પુરૂષ, વઢવાણના અંબીકા પાર્કમાં 25 વર્ષીય પુરૂષ, જીનતાન રોડ પર 50 વર્ષીય પુરૂષ, દૂધરેજ ફાટક પાસે અને સોનીકામ કરતા 70 વર્ષીય વૃધ્ધ, વઢવાણના માળીયા પામાં 45 વર્ષીય પુરૂષ, હરીપ્રકાશ સોસાયટીમાં રહેતા અને દરજીકામ કરતા 60 વર્ષીય પુરૂષને કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યારે સોમવારે સુરેન્દ્રનગરના સંદીપભાઈ પ્રજાપતી, મહેશભાઈ ગઢવી, દિનેશભાઈ ઠાકોર, જાવેદભાઈ મોતલાસણ, વીરેન્દ્રસિંહ ગોહિલ, જીતુભાઈ રબારી, ડેનિષભાઈ પટેલ, મનસુખભાઈ, રજતભાઈ, પ્રતિકભાઈ ગોસ્વામી, કલ્પેશભાઈ ગાંધી, ફરજાનાબેન ખોખર, લીલાપુરના વાલજીભાઈ વાઘેલા અને નિલેષભાઈ  પુજારા, લીંબડીના પ્રતિકભાઈ ચૌહાણને રજા અપાઇ હતી. ..અનુસંધાન પાના નં.3 

પાટડી, ધ્રાંગધ્રા, લીંબડીના કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ
પાટડીના આલમપુરાના 49 વર્ષીય કિશોરભાઇ ગાંડાભાઇ વાઘેલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી મહેસાણા અને માંડલની હોવાનું ખુલ્યુ છે. બીજો કેસ લીંબડી સતવારા સમાજવાડી પાસે રહેતા અને શાકમાર્કેટ પાસે કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરા રિપેરીંગની દુકાન ધરાવતા 23 વર્ષીય ગૌતમ મનસુખભાઈ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રીજો કેસ ધ્રાંગધ્રાની વાણીયા શેરીમાં રહેતા 55 વર્ષીય ભરતભાઈ હસુભાઈ શાહને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.

લીંબડીમાં કરિયાણાની દુકાન 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
લીંબડી તાલુકામાં 1 માસમાં 28 કોરોનાના કેસો દર્જ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે. કોવીડ-19ના સંક્રમણથી બચવા અનાજ-કરિયાણા વેપારીઓએ સોમવારથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...