ઉજ્જવલા યોજના:જિલ્લાના 1.49 લાખ પરીવારોને રાંધણ ગેસ કનેકશન અપાયા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર માં ઉજ્જવલ્લા યોજના હેઠળ જિલ્લાના લાભાર્થીઓને ગેસકનેક્શન અપાયા છે.જે અંતર્ગત અત્યાર સુધી જિલ્લાના 1.49 લાખ પરીવારોને ગેસકનેક્શન અપાયા છે. મહિલાઓને ચુલા ફુંકવાના દુ:ખમાંથી મુક્તી મળી છે.

આ યોજના મુખ્ય હેતુ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની ગરીબ મહિલાઓને રસોઈ માટે લાકડા-છાણા જેવા પરંપરાગત ઈંધણનાં બદલે સ્વચ્છ ઈંધણ પૂરુ પાડવાનો છે.પરંપરાગત ઈંધણનો વપરાશ મહિલાઓને તેઓનાં બાળકોનાં સ્વાસ્થ્ય તેમજ વાતાવરણ માટે હાનિકારક હોવાથી ભારત સરકાર દ્વારા 1-4-2016થી ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને ગેસ કનેક્શન પૂરૂ પાડવાની યોજના અમલમાં મૂકાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજના હેઠળ અત્યારસુધી 1 લાખ 49 હજારથી વધુ પરિવારોને લાભ અપાયો છે.

આ અંગે લાભાર્થી સોનલબેન માલકીયાએ જણાવ્યુકે તેઓ ગૃહ ઉધોગમાં અને પતિ વાયરીંગનું કામ કરે છે.કુટુંબના સાત સભ્યોની રસોઇ કરવામાં તકલીફ થતી હતી. રસોઇ માટે ગેસ સુવિધા મળતા હવે કામ સરળ બન્યુ છે.જ્યારે મીતલબેન રાઠોડે જણાવ્યુકે ઉજ્જવલા યોજનામાં ગેસની સગડી, બાટલો અને રેગ્યુલેટર સહિતની કિટ મળી છે. અમારા ઘરે આ ગેસ આવી જવાથી ચુલાના ધુમાડાથી થતી તકલીફમાંથી મુક્તી મળી છે.

અન્ય સમાચારો પણ છે...