કેન્દ્ર સરકારે ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ’ હેઠળ રાશન કાર્ડ ફાળવ્યા છે પરંતુ આ સુવિધા મેળવવા માટે પુરાવા સાથે ચેડાં કરીને એનએફએસએ કાર્ડ બન્યાંના કિસ્સા બહાર આવ્યા છે ત્યારે જિલ્લાના પુરવઠા વિભાગે 14,653 શ્રીમંત પરિવારનાં NFSએ કાર્ડ બંધ કર્યાં છે. આરટીઓ અને ઈ-ધરા કેન્દ્રો પાસેથી મેળવેલી વિગતોના આધારે પુરવઠા વિભાગે પગલાં લીધાં છે.
આવા કાર્ડધારકોકાર્ડનો ઉપયોગ તેઓ માત્ર પુરાવા તરીકે કરી શકશે. હવેથી દર મહિને બંધ કરેલા કાર્ડ દીઠ 51,285.5 કિલો ઘઉં અને 21,979.5 ચોખાની ઓછી ફાળવણી કરાશે. આ કાર્યવાહીને લીધે જે લોકો અનાજ બારોબાર વેચી દે છે તેવા પરવાનેદારો ભીંસમાં મુકાશે.
શ્રીમંતોના નામે રાશન વેચતા દુકાનદારોનો ધંધો બંધ થઈ જશે
ધ્રાંગધ્રામાં સૌથી વધુ કાર્ડ રદ કરાયાં | ||||
તાલુકો | કાર્ડ | RTO | ઈ-ધરા | કુલ |
થકી રદ | થકી રદ | |||
ધ્રાંગધ્રા | 25,769 | 21 | 2874 | 2895 |
ચોટીલા | 19,654 | 542 | 1624 | 2166 |
વઢવાણ | 27,717 | 0 | 2127 | 2127 |
સાયલા | 17,733 | 755 | 1265 | 2020 |
લીંબડી | 32,881 | 286 | 1018 | 1304 |
મૂળી | 16,156 | 508 | 743 | 1251 |
લખતર | 11,212 | 211 | 1022 | 1233 |
દસાડા | 35,715 | 627 | 406 | 1033 |
ચૂડા | 15,117 | 0 | 557 | 557 |
થાનગઢ | 9,351 | 57 | 0 | 57 |
સુ.નગર | 27,796 | 0 | 10 | 10 |
કુલ | 2,39,101 | 3007 | 11,646 | 14,653 |
ઘઉં-ચોખાની આ પ્રમાણે બચત થશે | |||
તાલુકો | રદ કાર્ડ | ચોખા | ઘઉં |
(કાર્ડદીઠ કિલો) | |||
ધ્રાંગધ્રા | 2,895 | 4342.5 | 10,132.50 |
ચોટીલા | 2,166 | 3249 | 7,581.00 |
વઢવાણ | 2,127 | 3190.5 | 7,444.50 |
સાયલા | 2,020 | 3030 | 7070 |
લીંબડી | 1,304 | 1956 | 4,564.00 |
મૂળી | 1,251 | 1876.5 | 4,378.50 |
લખતર | 1,233 | 1849.5 | 4,315.50 |
દસાડા | 1,033 | 1549.5 | 3,615.50 |
ચૂડા | 557 | 835.5 | 1949.5 |
થાનગઢ | 57 | 85.5 | 199.5 |
સુ.નગર | 10 | 15.00 | 35 |
કુલ | 14,653 | 21,979.50 | 51,285.50 |
હજુ આ લોકોના કાર્ડ પણ બંધ થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં પુરવઠા વિભાગની કાર્યવાહી હજુ ચાલુ જ છે, જેમાં જે કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય કે પછી માસિક 10 હજારથી વધુ આવક ધરાવતો હોય, આવક વેરો કે વ્યવસાય વેરો ચુકવતો હોય, કુટુંબ નિયત કરતાં વધુ ખેતીની જમીન હોય, કુટુંબમાં કોઈ સરકારી પેન્શનર હોય, કુટુંબ શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાક્કું મકાન ધરાવતું હોય તો તેમનાં કાર્ડ પણ બંધ કરી દેવાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાચા જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચે તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ છે
સુરેન્દ્રનગર જિલ્લામાં એવા એનએફએસએ કાર્ડધારકો ધ્યાને આવ્યા હતા, જેઓ પૂરતા સાધનસંપન્ન હોવા છતાં કાર્ડમાંથી મળતા લાભો મેળવતા હતા. હાલ આરટીઓ અને ઈ-ધરા કેન્દ્રમાંથી વાહનો અને જમીનની માલિકીના આધારે કાર્ડ સાયલેન્ટ કરવામાં આવ્યા છે. આથી તેમને મળતો ઘઉં, ચોખાનો જથ્થો હવે નહીં મળે. સાચા જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચે માટે કાર્યવાહી હાથ ધરાઈ છે, જે લોકો સંપન્ન હોય તેઓ જાતે કાર્ડ સાયલેન્ટ કરાવી લે નહીં તો કાર્યવાહી કરાશે.’ > ભાવનાબા ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી
RTO ની માહિતીના 6254 કાર્ડનું વેરિફિકેશન બાકી
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એનએફએસએ યોજના હેઠળ અનાજ મેળવતા સુખીસંપન્ન લોકોની આરટીઓ આધારે માહિતી મેળવી હતી, જેમાં 3007 કાર્ડધારકો વાહન ધરાવતા હોવાનું ધ્યાને આવતાં નોન એનએસએફએ કરાયા હતા જ્યારે આરટીઓ કચેરી પાસેથી આવેલી માહિતીમાંથી 6254 વાહનધારકોનું હજુ વેરિફિકેશન પેન્ડિંગ છે. જો તેમાંથી કોઈ પણ વ્યક્તિ સાધનસંપન્ન જણાશે તો તેનું કાર્ડ પણ સાયલેન્ટ એટલે બંધ કરી દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.