બૂથ શોધવું નહીં પડે:સુરેન્દ્રનગર જિલ્લાના 14,22,677 મતદારોને મેપ દર્શાવતી કાપલી અપાશે

સુરેન્દ્રનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી કાર્ડ નહીં હોય તો પણ મતદાર કાપલી પરથી મતદાન થશે

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. ત્યારે ચૂંટણી શાખા દ્વારા મતદારોને ઘેર ઘેર મતદાર કાપલી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના 14,22,677 મતદારોને આ ચૂંટણીમાં ગૂગલ મેપ વાળી મતદાર કાપલી મળનાર છે. જેના આધારે મતદાન મથકનો દરેક મતદારોને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મતદારોને મતદાન સમયે ચૂંટણી કાર્ડ ન હોય તો આ મતદાર કાપલી સાથે લઇ જઇને પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જોકે, તેના માટે મતદાન મથકે મતદાર યાદીમાં તેનું નામ હોવું જરૂરી છે.

શું હશે મતદાર કાપલીમાં ?
ગૂગલ મેપ વાળી મતદાર કાપલીમાં મતદારના ઘરથી મતદાન મથકનો આખો નક્શો બતાવવામાં આવશે. જેમાં મતદાન મથકનું નામ બોક્સમાં બોલ્ડ અક્ષરે દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદારનું નામ, ઓળખપત્ર નંબર, ભાગ નંબર, ભાગનું નામ, મતદાર ક્રમાંક, મતદાન મથકનું સરનામું અને બીએલઓના નામ અને મોબાઇલ નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. જ્યારે સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ વિગતો મોબાઇલમાં પણ જોઇ શકાશે.

કુલ મતદારો

  • ​​​દસાડા264354
  • લીંબડી 287549
  • વઢવાણ 300130
  • ચોટીલા 261686
  • ધ્રાંગધ્રા 308958
  • કુલ 14,22,677
અન્ય સમાચારો પણ છે...