ટ્રાફિક નિયમોનો ભંગ:શહેરના માર્ગો પર જૂનમાં રોજ 140 લોકોએ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો : 14.47 લાખનો દંડ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4214 લોકો સામે કેસ અને 25 વાહન ડિટેઇન કરી રૂ. 1.55 લાખ દંડ કરાયો
  • ​​​​​​​જાહેરમાં તમાકુના નિયમો ભંગ કરતાં 24 લોકોને ઝડપીને રૂ.2400નો દંડ ફટકારવામાં આવ્યો

સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં જૂન-2022ના માસમાં 25 વાહન ડિટેઇન કરીને જુદા જુદા નિયમોના ભંગના 4214 લોકો સામે કેસ કરીને રૂ. 14.47 લાખનો દંડ વસૂલાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સમસ્યાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નિયમોનો ભંગ કરીને વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. પરિણામે ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ. સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના હેન્ડલુમ ચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, પતરાવાળી તેમજ જોરાવરનગર અને રતનપર, ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જૂન-2022 એટલે કે છેલ્લાં એક માસમાં દરરોજ 140થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા 4035 લોકોને હાજર દંડ રૂ. 12,80,100 કરાયો હતો.

આ ઉપરાંત 25 જેટલા વાહનચાલકોના વાહન ડિટેઇન કરીને 1,55,000નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 24 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 2400નો દંડ કરાયો હતો. આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના -4, ટ્રાફિકને અડચણરૂપ લારી, રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા 118 કેસ તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 4 લોકો સામે કેસ કરાયા હતા. આમ છેલ્લાં એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 4214 લોકો ઝપટે ચડતા રૂ. 14,47,200નો દંડ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...