સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવા સુદામડા ગામે એરંડા ખાતાં મીણો ચડતાં 14 ગાયનાં મોત નિપજતાંં અરેરાટી વ્યાપી હતી. ગામના વગડામાં ચરવા ગયેલી ગાયોએ એરંડા ખાધા બાદ તબિયત લથડી હતી. અને ગાયોનાં ટપોટપ મોત થયા હતા. આ બાબતે ગ્રામજનો સીમમાં દોડી આવ્યા હતા અને સરપંચને જાણ કરી હતી. બાદમા ખાડો ખોદીને તમામ 14 ગાયોને દાટી દેવામાં આવી હતી.
ચાલુ વર્ષે સિઝનમાં ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે સાયલા તાલુકાના નવા સુદામડા ગામની સીમમાં આવેલા ખેતરોમા અન્ય પાકનુ વાવેતર કરવાના બદલે ઓછા પાણીની જરૂર પડે તેવા એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતુ. એરંડાનો પાક લેવાઈ ગયો હતો. અને એરંડા જમીન પર પડ્યા હતા. એ ખેતરમાં ગાયો ચરવા જતા એરંડા ખાધા બાદ તબિયત લથડી હતી. જેમાં જુદા જુદા ચાર માલિકોની 14 ગાયોના મોત થતાં પશુપાલકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બાદમાં સરપંચને જાણ કરાતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પશુપાલકો, સરપંચ સહિત ગ્રામજનોએ મોતને ભેટેલી ગાયોને ખાડા ખોદીને દાટી દીધી હતી.
મૃત્યુ પામેલી ગાયોના માલિકો
જેઠાભાઈ ભરવાડ, સીધાભાઈ ભરવાડ, અજુભાઈ ભરવાડ, હમીરભાઈ ભરવાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.