પાલિકા પ્રમુખ સાથે છેતરપિંડી:ધ્રાંગધ્રા પાલિકાના મહિલા પ્રમુખ અને તેમના સાસુના બેંક એકાઉન્ટમાંથી 1.37 લાખ બારોબાર ઉપડી ગયા, બેંકમાં જતા કડવો અનુભવ થયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલ અને તેમના સાસુના સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા બેંકના ખાતામાં રહેલા કોઈએ ફ્રોડ કરી અને કલ્પનાબેનના રૂ. 38,700 તેમજ તેમના સાસુના ખાતામાંથી 93 હજાર રૂપિયા મળી 1.37,000ની રોકડ ઉપડી જતા સ્ટેટ બેંકમાં ખાતા બ્લોક કરાવવા માટે ગયા હતા. ત્યારે બેંકના મેનેજરે ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવતા સોશિયલ મીડિયામાં કલ્પનાબેને જવાબ આપ્યો હતો. પાછલા કેટલાંક દિવસોમાં સુરેન્દ્રનગર અને તેના જિલ્લા અને તેના તાલુકા મથકોએ ફ્રોડના અનેક બનાવો સામે આવ્યા છે.

ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના ખુદ પ્રમુખ પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં ફ્રોડનો ભોગ બન્યા છે. તેમના સાસુ પણ ફ્રોડનો ભોગ બન્યા છે. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જ્યારે કલ્પનાબેન રાવલ પોતાનો અને તેમના સાસુનું ખાતું બ્લોક કરાવવા માટે ગયા ત્યારે બેન્કના મેનેજરે તેમને જણાવ્યું કે, તમારે તમારા સાસુને બેકમાં લાવવા પડશે, ત્યારે કલ્પનાબેને કહ્યું કે, તેમની ઉંમર 78 વર્ષની છે અને એમને નાણા તો ઉપાડવાના નથી. પરંતુ ખાતું તેમનું બ્લોક કરવાનું છે, ત્યારે બેંકના મેનેજરે જણાવ્યું કે, ના તેમને તો અહીંયા લાવવા જ પડે. હાલમાં સરકારે પણ એવી યોજના મૂકી છે કે, કોઈપણ હોય અને બેંકે પોતે ના જઈ શકે તો બેંકના કર્મચારી તેમના નિવાસ્થાને જઈ અને તેમની સહી કરાવી અને તેને રકમ આપી શકે છે. ત્યારે સરકારની યોજનાનો પણ આ મેનેજર ઉલારીયો કર્યો છે. અને જ્યારે તેમને સામાન્ય રીતે ખાતા બ્લોક કરવાનું કહેવામાં આવ્યું ત્યારે જો પોતે આ કામગીરી ન કરી શકતા હોય તો તેમને ફરજ ઉપર બેસવાનો કોઈ અધિકાર ન હોવાનું પણ બેને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને જણાવ્યું છે.

હાલમાં મહિલા પ્રમુખે અમદાવાદની મુખ્ય બ્રાન્ચ સુધી રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે હાલમાં ખરેખર સામાન્ય નાગરિકને બેંકના કર્મચારીઓ તેમજ તેના મેનેજર અને તેના સંચાલકો ખરેખર પરેશાન કરે છે તે વાસ્તવિકતા સામે આવી છે. છતાં પણ હવે સરકાર શું કાર્યવાહી કરે છે ? તે જોવાનું રહ્યું સામાન્ય નાગરિકની જો આ હાલત કરતા હોય તો તેને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી પણ તેમણે માંગણી કરી છે. ત્યારે હાલમાં તો કલ્પનાબેન અને એમના સાસુ ફ્રોડનો ભોગ બન્યા છે. અને કલ્પનાબેનના રૂ. 38,700 તેમજ તેમના સાસુના રૂ. 93,000 બેકના એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે. ત્યારે હાલમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ તજવીજ હાથ ધરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...