નવા નીરની ભરપૂર આવક:હળવદના બ્રાહ્મણી ડેમમાં 1351 ક્યુસેક પાણીની આવક, આઠ ફૂટ નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ સુધી વરસાદ પડતાં નદી-નાળામાં પાણી વહેતા થયા

હળવદ પંથકમાં મેઘરાજાએ હેત વરસાવતા બ્રાહ્મણી ડેમમાં 1351 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેને કારણે હાલ સુધીમાં ડેમમાં સાડા આઠ ફૂટ જેટલા નવા નીર આવ્યાં છે. હળવદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ સુધી વરસાદ પડતાં નદી-નાળામાં પાણી વહેતા થયા છે.

મેઘરાજાએ હેત વરસાવતા ડેમોમાં પાણીની આવક
હળવદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેને કારણે ઠેર ઠેર નદી-નાળામાં પાણી-પાણી થઈ ગયા છે. બીજી બાજુ મેઘરાજા શાંત મિજાજમાં વ્હાલ વરસાવી રહ્યા હોય ખેડૂતોમાં પણ ખુશીની લહેર ઉઠી ગઇ છે. વધુમાં બ્રાહ્મણી ડેમમાં વહેલી સવારે 6,000 ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ હતી. જે મોડી રાત્રે ઘટીને 1351 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. 27 ફૂટની ક્ષમતા ધરાવતો આ ડેમ અગાઉ 0.62 ફૂટ જેટલો જ ભરાયેલો હતો. વરસાદના કારણે ડેમમાં 8.50 ફૂટ નવા નીર આવ્યાં છે. જેને પરિણામે ડેમની સપાટી હાલ 9.10 ફૂટે પહોંચી છે. જ્યારે બ્રાહ્મણી બે ડેમની વાત કરીએ તો આ ડેમમાં પણ 150 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જેથી હળવદના બંને ડેમોમાં વરસાદી પાણીની આવક થઈ છે. જ્યારે બીજી તરફ વરસાદના કારણે હળવદ પીજીવીસીએલના ડિવિઝન હેઠળ આવતા ચારે સબ ડિવિઝનના 16 જેટલા ફીડરો બંધ હતા. જે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મોડી સાંજ સુધીમાં કાર્યરત કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...