તાલીમ વર્ગનું આયોજન:185માંથી 133 ઉમેદવાર પૂર્વ શારીરિક ચકાસણી માટે આવ્યા, 30 પસંદ થયા

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની કોલેજના મેદાનમાં પ્રિસ્ક્રુટીની પ્રક્રિયા યોજાતા ઉમેદવારો આવ્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગરની કોલેજના મેદાનમાં પ્રિસ્ક્રુટીની પ્રક્રિયા યોજાતા ઉમેદવારો આવ્યા હતા.
  • જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન
  • પસંદ થયેલા ઉમેદવારોને વિનામૂલ્યે 1 માસ સુધી તાલીમ

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પ્રિસ્ક્રુટીની (પૂર્વ શારીરિક ચકાસણી) પ્રક્રિયા મંગળવારે એમ.પી. શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી. અરજી કરેલા 185માંથી 133 ઉમેદવાર હાજર રહ્યા, જ્યારે 30 ઉમેદવાર પસંદ પામ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત ઉમેદવારોએ રોજગાર કચેરી સુરેન્દ્રનગર ખાતે ઓનલાઈન(ગુગલફોર્મ) તેમજ કચેરી ખાતે રૂબરૂ સહિત કુલ 185 ઉમેદવારે અરજી કરી હતી.

આ ઉમેદવારો માટે પ્રિસ્ક્રુટીની (પૂર્વ શારીરિક ચકાસણી) પ્રક્રીયા તા.6-9-2022ને મંગળવારે સવારે 6-૦૦ કલાકે એમ.પી.શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી. જેમાં 133 ઉમેદવાર હાજર રહીને દોડ, છાતી, વજન, ઊંચાઇ સહિતની પરીક્ષા આપી હતી. આ અંગે જિલ્લા રોજગારી કચેરીના અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું કે, હાજર રહેલા ઉમેદવારોમાંથી 30 ઉમેદવારને 1 માસ સુધી વિના મૂલ્યે તાલીમ આપવામાં આવશે. તેમજ દરરોજના રૂ. 100 લેખે રૂ. 3,000નું સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે. રાજકોટ ખાતે આગામી દિવસોમાં અગ્નિપથમાં જોડાવવા માટે આ ઉમેદવારો માટે તાલીમ મહત્વની રહેશે.

અન્ય સમાચારો પણ છે...