દુષ્કર્મ:ચોટીલામાં 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યુ, પોલીસે ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યુ - Divya Bhaskar
ચોટીલામાં 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યુ
  • આરોપી સામે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો લગાવાઇ
  • સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી લલચાવી ફોસલાવી આરોપી સગીરાને ભગાડી ગયો હતો

ચોટીલા પંથકમાં પ્રેમ સંબધમાં ફસાવી છોકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ચોટીલાના નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 13 વર્ષની સગીરાને ભગાડી જનાર આરોપીને સીપીઆઈની પોલીસ ટીમે તાત્કાલિક પકડી પાડી પોક્સો હેઠળ દુષ્કર્મ સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાના એક ગામમાં ખેત મજુરી કરતા ખેડૂત પરિવારની આશરે 13 વર્ષની દિકરીને રાજકોટના ધમલપુર ગામનો આરોપી યુવાન ધરજીયા વિજયભાઇ ઓઘડભાઇએ ફરીયાદીની દિકરી સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ પ્રેમ સબંધ બાંધી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. તેમજ ભોગ બનનારી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુર્જાયું હતું. જે અંગે સર્કલ પી.આઇ.ને ફરીયાદ કરાઈ હતી. નાની મોલડી પોલીસના સર્કલ પી.આઇ.-ડી. એમ.રાવલે રૂબરૂ સગીરાના માતાની ફરિયાદ ઉપરથી આરોપી વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ, તેમજ પોક્સો સહિતની કલમ સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...