તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ધ્રાંગધ્રા કેનાલમાં 13 નીલગાય ખાબકતા 5ના મોત, 8ને રેસ્ક્યૂ કરી બચાવી લેવાઈ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા કેનાલમાં 13 નીલગાય ખાબકતા 5ના મોત, 8ને રેસ્ક્યૂ કરી બચાવી લેવાઈ - Divya Bhaskar
ધ્રાંગધ્રા કેનાલમાં 13 નીલગાય ખાબકતા 5ના મોત, 8ને રેસ્ક્યૂ કરી બચાવી લેવાઈ
  • રેસ્ક્યૂ કરાયેલી નીલગાયને ફોરેસ્ટ વિભાગ દ્વારા નિર્જન સ્થળે મુક્ત કરવામા આવી

ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઇવે ઉપર નવલગઢ અને રાજ-સીતાપૂર વચ્ચે આવેલી મોરબી બ્રાન્ચ કેનાલમાં તેર (13) જેટલી નીલગાય કેનાલમાં પડી ગઈ હતી. તેના સમાચાર આસપાસના ગામના લોકોનો મળતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે આવીને તરત જ ઘુડખર અભયારણ્યના અધિકારીને જાણ કરવામાં આવી હતી. અને તરત જ ઘુડખર અભયારણ્ય તેમજ વન વિભાગની ટીમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કેનાલમાં ખાબકેલી નીલગાયોને બચાવવાની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી હતી.

જેમાં આઠ (8) જેટલી નીલગાયને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી જ્યારે પાંચ (5)જેટલી નીલગાયના મોત થયા હતા. જેમાંથી બે (2) નીલગાયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ નીલગાયના મૃતદેહ કેનાલની અંદર સાયફનમાં ફસાયેલા છે.જ્યારે આઠ જેટલી નીલગાયને બચાવીને તેમને પાછી છોડી મુકવામાં આવી હતી. આ નીલગાય કેનાલમાં કઈ રીતે પડી તે માટે તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો, પાણી પીવા માટેની શોધમાં હોય અને કેનાલમાં પડી હોય અથવા કોઇને નડતર રૂપ હોય અને એવા કોઈ લોકોએ નાખી હોય તેની તપાસ કરવામાં આવશે.

આ અંગે રાહદારી દિનેશભાઇ હિંમતભાઇ લકુમે જણાવ્યું કે, હું રાજસિતાપુરથી પથુગઢ જઇ રહ્યો હતો ત્યારે મેં કેનાલમાં ખાબકેલી નીલગાયોને જોઇ આજુબાજુના લોકોને બોલાવી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેઓ સ્ટાફ સાથે કેનાલમાં પડેલી નીલગાયોને બચાવવા દોડી આવ્યા હતા. જ્યારે કરીમભાઈ એ. મૂલતાની ( રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઇન્ચાર્જ ધ્રાંગધ્રા રેન્જ) એ જણાવ્યું કે, કેનાલમાં નીલગાયો પડી હોવાની બાતમી મળતા અમેં ફોરેસ્ટર અને બિટગાર્ડ સહિતની ટીમે ઘટના સ્થળે દોડી જઇ રેસ્ક્યું કરી 13 માંથી 8 નીલગાયોને બચાવી નિર્જન સ્થળે મુક્ત પણ કરી દીધી છે.

બાકીની 5 મૃત નીલગાયોમાંથી 2 મૃત નીલગાયોને બહાર કાઢી છે. જ્યારે 3 નીલગાયો મૃત હાલતમાં કેનાલની સાયફનમાં ફસાયેલી છે. જેમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે. આ તેર નીલગાયો કેનાલમાં કેવી રીતે પડી એ માટે લોકોના નિવેદનો લઇ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...