તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:ઝાલાવાડમાં કોરોનાના નવા 13 કેસ, 3નાં મોત : 67 કોરોનામુક્ત

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના દર્દીનું મોત
  • શનિવારે સૌથી વધુ લખતરમાં 5 દર્દીને ચેપ લાગ્યો

જિલ્લામાં શનીવારે કોરોનાના 13 કેસ ધ્યાને આવ્યા છે. જેમાં લખતર, ધ્રાંગધ્રા, પાટડી અને સુરેન્દ્રનગરમાં કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જયારે કોરોનાથી વધુ 3ના મોત થયા છે. બીજી તરફ વધુ 67 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારો બાદ કોરોનાના કેસ ધીમી ગતીએ વધી રહ્યા છે. શુક્રવારે જિલ્લામાં કોરોનાના 19 કેસ નોંધાયા બાદ શનીવારે નવા 13 કોરોનાના કેસ ધ્યાને આવ્યા છે. જેમાં લખતર તાલુકામાં શનીવારે વધુ 5 કેસ નોંધાયા છે. જેમાં લખતર તાલુકાનાં સદાદ ગામે 33 વર્ષીય પુરુષ, સવલાણા ગામે 70 વર્ષીય પુરુષ અને નાના અંકેવાળીયા ગામે 80 વર્ષીય મહિલા તથા લખતર શહેરમાં 27 વર્ષીય યુવક અને 70 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે ધ્રાંગધ્રામાં 3, પાટડીમાં 3 અને સુરેન્દ્રનગરમાં 2 કેસ નોંધાયા છે.

શનીવારના 13 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 2894 પર પહોંચ્યુ છે. આ ઉપરાંત શનીવારે કોરોનાથી 3 વ્યકિતના મોત થયા છે. વઢવાણ તાલુકાના 70 વર્ષીય પુરૂષ, દસાડા તાલુકાના 72 વર્ષીય પુરૂષ અને સુરેન્દ્રનગર શહેરના 68 વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત થયુ છે. 3 મોત સાથે જિલ્લામાં કોરોનાથી મોતનો આંક 164 થયો છે. બીજી તરફ જિલ્લામાં કોરોનામુકત થનાર દર્દીઓ શનીવારે 67 નોંધાયા છે. જેના લીધે કોરોનામુકત દર્દીઓની સંખ્યા 2441 પર પહોંચી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો