સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જુગાર અંગેનો દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઝીંઝુવાડાના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 13 શખ્સોને રોકડા, મોબાઇલ નંગ-13, ગાડી અને મોટરસાયકલ મળી કુલ રૂ. 6.53 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.-એમ.ડી.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફને પાક્કી બાતમી મળી હતી કે, ઝીંઝુવાડાના જીલુભા મેતુભા ઝાલા (ડોક્ટર) તથા ગોવિંદસિંહ અભેસિંહ ઝાલા ( રહે બંને- ઝીંઝુવાડા )વાળાના પોતાના રહેણાંક મકાનમાં મોટા પાયે જુગારધામ ધમધમી રહ્યું છે. જેના આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે દરોડો પાડી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ. 86,400, મોબાઇલ નંગ- 13, કિંમત રૂ. 42,500, કાર કિંમત રૂ. 5,00,000 અને મોટરસાયકલ કિંમત રૂ. 25,000 મળી કુલ રૂ. 6,53,900નો મુદામાલ ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડામાં ગોવિંદસિંહ અભેસિંહ ઝાલા ( ઝીંઝુવાડા ), અયુબખાન અનવરખાન જતમલેક ( અખીયાણા ), હિંમતભાઇ કાંતિભાઇ દવે ( દલસાણા, વિરમગામ ), ભરતભાઇ વશરામભાઇ શીહોરા ( દલસાણા, વિરમગામ ), બેચરભાઇ બચુભાઇ માનાવાડીયા ( શંખેશ્વર ), વિષ્ણુજી હમીરજી લોલાડીયા ( શંખેશ્વર ), છોટાભાઇ સોમાભાઇ ભારથી ( શંખેશ્વર ), અમજતખાન કરીમખાન જતમલેક ( સવલાસ, પાટડી ), નરેન્દ્રસિંહ ગીરૂભા ઝાલા ( ઝીંઝુવાડા ), નરેશસિંહ કાળુભા ઝાલા ( ઝીંઝુવાડા ), મુળજીભાઇ કલાભાઇ ચાવડા ( શંખેશ્વર ) અને હનુજી ધીરાજી પાનવેચા ( શંખેશ્વર ) પકડાઇ ગયા હતા.
જ્યારે જીલુભા મેતુભા ઝાલા ( ડોક્ટર ) હાજર નહી મળી આવતા કુલ 13 શખ્સો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના જુગારના આ દરોડામાં પી.આઇ.- એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, દશરથસિંહ હનુભા, નિકુલસિંહ, ભુપેન્દ્રભાઇ, ચમનલાલ, દિલીપભાઇ, અજયસિંહ અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.