તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ જપ્ત:વઢવાણના વાડલા ગામે જુગારના દરોડામાં 13 ઝડપાયા, 3 ફરાર

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1.29 લાખની રોકડ, મોબાઇલ, બાઇક, કાર સહિત 4.85 લાખનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ તાલુકાના વાડલા ગામે પોલીસ ટીમે દરોડા પાડતા અખાડા પર જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી હતી. પરંતુ સ્થળ પરથી 13 શખસને રોકડ, મોબાઇલો, બાઇકો તેમજ કાર સહિત રૂ. 4,85,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે 3 શખસ નાસી છૂટ્યા હતા.

વઢવાણ તાલુકાના વાડલા ગામના નાગરાજસિંહ રાજપૂત પોતાના મકાનના રૂમમાં બહારથી માણસો બોલાવી ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાળના પૈસા ઉઘરાવે છે. પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ડોડીયા, શક્તિસિંહ વાઘેલા, અર્જુનસિંહ સહિતની ટીમે રેડ કરતા સ્થળ પરથી 13 શખસને દબોચી લીધા હતા. રૂ. 1,29,200, રૂ. 65,800ની કિંમતના 13 મોબાઇલ, રૂ. 90,000ની કિંમતના 3 બાઇક, રૂ. 2,00,000ની કિંમતની એક ઇકો કાર સહિત કુલ રૂ. 4,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કામગીરીમાં બીન્દુબા, મહાવીરસિંહ, વિજયસિંહ, ધીરેશભાઈ, મહેન્દ્રસિંહ, વિક્રમસિંહ, જયપાલસિંહ, ઇન્દ્રજીતસિંહ વગેરે કર્મીઓ જોડાયા હતા.

આ લોકો રેડમાં ઝડપાયા

 • નાગરાજસિંહ મકવાણા વાડલા, વઢવાણ
 • અનવરભાઈ ઢુંઢા, સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નં. 4
 • ઇસ્તીયાઝભાઈ કુરેસી, સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નં. 1, શાળા નં. 16
 • સતારભાઈ કમાણી, કાનસ ચોક, ચુડા રવિભાઈ વાઘેલા, સુરેન્દ્રનગર, સોનાપુર રોડ, શેરી નં. 2
 • અલીભાઈ મમાણી, મસ્જિદ ચોક, ચુડા મહેન્દ્રભાઈ વાઘેલા, ભક્તુફળી, ચુડા રમેશભાઈ નાકિયા, વિશ્વકર્મા સોસાયટી, લીંબડી
 • કાદરભાઈ મુલ્તાની, સુરેન્દ્રનગર દૂધરેજ કામનાથ મંદિર પાછળ
 • મહાદેવભાઈ મકવાણા, શિયાણી દેરાસર પાસે, તા.લીંબડી
 • મનુભાઈ બાહકિયા, મૂળ ધોળિયા,હાલ રાજકોટ મોરબી જકાતનાકા પાસે
 • ગોવિંદભાઈ મજેઠિયા ધોળિયા, તા. મૂળી
 • ભરતસિંહ મકવાણા, વાડલા, તા. વઢવાણ

રેડમાં આટલા નાસી છૂટ્યા

 • લાલભા મસાણી, ચૂડા
 • હિંમતભાઈ ડાભી, લીંબડી
 • ભદો ઉર્ફે મહેમુદ સોલંકી, લીંબડી.
અન્ય સમાચારો પણ છે...