કાર્યવાહી:ધ્રાંગધ્રાના નરાળી ગામમાંથી 10 વર્ષથી પ્રેક્ટિસ કરતો ધો.12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામમાં માત્ર ધો.12 પાસ બોગસ ડોક્ટરને એસઓજીની ટીમે પકડી લીધો હતો. છેલ્લા 10 વર્ષથી ગામમાં પ્રેક્ટિસ કરતો હોવાની કબૂલાત કરી હતી.સામાન્ય તાવ, શરદી, ઉધરશ જેવા રોગમાં લોકોને તાલુકા કક્ષાએ દવા લેવા ન જવું પડે તે માટે આવા બોગસ ડોક્ટરોનો ધંધો ધીકતો ચાલતો હોય છે.

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા શખસોને પકડવા માટે જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે આપેલી સૂચના અનુસાર એસઓજી પીઆઇ વી.વી. ત્રિવેદી સહિતની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામમાં રેડ કરતા રવિન્દ્રનાથ રંજીતભાઇ બાછઇ નામના બોગસ ડોક્ટરને પકડી લીધો હતો.મૂળ ઓઝા ગામ યુપીનો વતની રવિન્દ્રનાથ ધો.12 સુધી ભણેલો છે. નરાળી ગામમાં રહીને છેલ્લા 10 વર્ષથી ડોક્ટરની કામગીરી કરતો હતો. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...