સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ 2021ની 31 ડિસેમ્બરની સરખામણીએ આ વર્ષે 2022માં કુલ 12,97,909 લોકોએ રસી મૂકાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષની શરૂઆતમાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના સામે લોકો વધુ સુરક્ષિત રહે તે માટે રસીકરણ અભિયાન, રજીસ્ટ્રેશન, કેમ્પો, સામાજિક સંસ્થાઓની મદદ, રસીકરણ ડ્રાઇવ,રાત્રી રસીકરણ, હર ઘર દસ્તક સહિતના કાર્યક્રમો થકી રસી દેવાનું શરૂ કરાયુ હતુ. આમ જિલ્લામાં વધુમાં વધુ લોકો રસીમાં જોડાતા વર્ષના અંતે કુલ 37,18,967 લોકોને રસીકરણમાં આવરી લેવાયા છે. જિલ્લામાં 3000નો રસીનો ડોઝ આવવા છતાં રસી લેવામાં નિરાશા જેવો ઘાટ સર્જાયો છે.
તા.31 ડિસેમ્બર-2022ને શનિવારે એટલે કે વર્ષના છેલ્લા દિવસે 146 લોકોએ જ રસી લીધી હતી. જેના કારણે 14,81,777 પ્રથમ, 16,01,388 બીજા ડોઝ તેમજ 6,35,802 લોકોના બુસ્ટર ડોઝ અને કોબરવેક્સિન-89,543 લોકોએ લીધી હતી. જિલ્લાના 12થી 14ની ઉંમરના 89,539 તેમજ 15 થી 17ની વયના 2,38,108 લોકોનું રસીકરણ થયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ફરી સંભવિત કોરોનાને લઇને કોરોના ગાઇડલાઇન મુજબ વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરી ફરવુ, સોશીયલ ડિસ્ટન્સ પાલન, વધુ પડતા લોકો હોય ત્યાં ન જવુ સહિતનું પાલન કરવા સાથે વેક્શીન લેવી જરૂરી બની ગઇ છે. જિલ્લામાં તા. 31 ડિસેમ્બર-2021ની સ્થિતિએ રસી લેવામાં પુરૂષોની 12,87,419 અને મહિલાઓની- 11,33,257 સંખ્યા હતી. જેની સામે તા. 31 ડિસેમ્બર-2022ના દિવસે પુરૂષોની 16,52,202 તેમજ મહિલાઓની-1 4,30,416ની સંખ્યા છે.
આમ છેલ્લા એક વર્ષમાં 3,64,783 પુરૂષો અને મહિલાઓએ- 2,96,617 રસી લેતા મહિલાઓની સરખામણીએ 68,166 પુરૂષોએ વધુ રસી મૂકાવી હતી.જિલ્લામાં તા. 31 ડિસેમ્બર-2022ની સ્થિતિએ 18-44ની ઉંમરના-17,97,427, 45થી 60ની વયના -6,26,612 તેમજ 60થી ઉપરની ઉંમરના -4,62,685 લોકોએ રસી મૂકાવી છે.
જેની સામે તા. 31 ડિસેમ્બર-2021ની સ્થિતિએ 18-44ની ઉંમરના-15,04,754, 45થી 60ની વયના -5,80,505 તેમજ 60 થી ઉપરની ઉંમરના -3,35,799 લોકોએ રસી લીધી હતી. આમ છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછી 45-60ની ઉંમરના 46,107 લોકોએ, 60થી ઉપરની વયના-1,26,886 અને સૌથી વધુ 18 થી 44ની ઉંમરના 2,92,673 લોકોએ રસીનો લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.