તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ જપ્ત:ચોટીલાના પીપરાળીની સીમમાંથી લીંબુડીની આડમાં ઊગાડેલો 129 કિલો ગાંજો ઝડપાયો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજાના 108 છોડ સહિત રૂ. 13.32 લાખના મુદ્દામાલ સાથે 1 શખ્સને પકડ્યો

ચોટીલાના પીપરાળી ગામની સીમમાં આવેલી વાડીમાં ગાંજાનું વાવેતરનો પર્દાફાશ કરી ગાંજાના 108 છોડ અંદાજે 129 કિલો ગાંજો કિંમત રૂપિયા 13.32 લાખના મુદ્દામાલ સાથે પીપરાળીના શખ્સને ઝડપી લઇ હાથ ધરી હતી. ચોટીલાના પીપરાળીના ગોરધન ઉર્ફે ગોધો માધાભાઇ બાંભણીયાની માલિકીની વિકળીયા નામથી ઓળખાતી સીમમાં આવેલી વાડીમાં ગાંજાનું વાવેતર કરાયાની બાતમીના આધારે એસઓજી પીઆઇ બી.એમ.રાણા, દાજીરાજસિંહ, યોગેન્દ્રસિંહ, રવિભાઇ સહીતની ટીમે દરોડો કરી લીંબુના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરાયાનું બહાર આવી હતી.

લીંબુડીના રોપાની વચ્ચે વાવેતર કરેલા ગાંજાના 108 છોડ મળ્યા હતા. પોલીસે ગાંજાના છોડ કબજે કરી વજન કરતા કુલ 108 છોડ અને અંદાજે 129 કિલો ગાંજો કિંમત રૂપિયા 13.32 લાખના મુદ્દામાલ સાથે ગોરધન બાંભણીયાને ઝડપી લઇ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી હતી.

પૈસાવાળા બનવા ગાંજાનું વાવેતર કર્યું
ગાંજાની બજાર કિ઼મત હાલ એક કિલોના 8 હજારથી વધુ છે. આથી વાડી માલિક દ્વારા પૈસાદાર બનવા માટે લીંબુના છોડની આડમાં અડધો વિઘાથી વધુ જમીનમાં ગાંજાના 108 છોડનું વાવેતર કર્યું હતું. પરંતુ સમગ્ર ભાંડો ફુટી ગયો હતો.

5-7 છોડનું વાવેતર કરી તેમાંથી બિયારણ મેળવ્યું
પોલીસની પ્રાથમિક પુછપરછમાં વાડી માલિક ગોરધન બાંભણીયા પોતે ગાંજાનો બંધાણી હોય અગાઉ 5 કે 7 છોડનું વાવેતર કરતો હતો. જેમાંથી દર વર્ષે અમુક બિયારણ રાખતો હતો અને આ વર્ષે મોટા પ્રમાણમાં લીંબુડીના છોડની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોવાની વિગતો બહાર આવી હતી. અગાઉ ઓછું વાવેતર કરતા પોલીસને કોઇ જાણ ન થતાં આ વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જેને એસઓજી પોલીસે બાતમીના આધારે પકડી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો