કોરોના રસીકરણ:મંગવારે 12739એ રસી લીધી કુલ રસીકરણ 19.88 લાખ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45-60ની વયના લોકોમાં રસીનો આંક 5 લાખ પાર

સુરેન્દ્રનગર જિલ્લામાં 16 નવેમ્બરે રસીકરણના 66 કેન્દ્ર પર 12739 લોકોએ રસી મૂકાવી હતી. આથી અત્યાર સુધીમાં કુલ 19.88 લાખ લોકોનું રસીકરણ થતા 11.37 લાખ પ્રથમ, 8.53 લાખ લોકોએ બીજો ડોઝ લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 16 નવેમ્બરને મંગળવારે 45-60ની ઉંમર ધરાવતા લોકોએ રસીકરણમાં 5 લાખના આંકને પાર કરીને 5,00,161 પર પહોંચી ગઇ હતી. જેની સામે 18-44 વયના 11,89,701 તેમજ 60થી ઉપરની વયના 2,98,452 લોકોએ રસી લીધી હતી. મંગળવારે 66 કેન્દ્ર પર પ્રથમ 1125 અને 11614 બીજા ડોઝ સાથે કુલ 12,739 લોકોએ રસી લીધી હતી. જેના કારણે અત્યાર સુધીમાં 11,34,709 પ્રથમ તેમજ 8,53,605 લોકોએ બીજા ડોઝ સાથે કુલ 19,88,314 લોકોનું રસીકરણ પૂર્ણ થયું હતું. જેમાં કોવિશિલ્ડની 17,62,387 અને કોવેક્સિનની 2,25,927 રસીનો ઉપયોગ કરાયો હતો. જિલ્લાના કુલ રસીકરણમાં 10,52,229 પુરૂષો તેમજ 9,35,780 મહિલાઓએ રસીનો લાભ લઇ ચૂક્યા છે.

મંગળવારે દર કલાકે થયેલું રસીકરણ

સમયપ્રથમબીજો18-4445-6060+કુલ
912614817873
1023962878130398
116177657318381837
12160196015124042042120
1245221616755302562461
2212191014385181662122
3210157412843511491784
4131137210912771351503
592134910162941311441
કુલ11251161489242655116012739

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...