ચોરી:વઢવાણ તાલુકામાં 16 ખેડૂતોના મશીનમાંથી 1.26 લાખના હેડ બ્લોક ચોરાયા, ધરતીપુત્રોએ અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની માળોદ કેનાલ પર ખેડૂતોએ સીંચાઈ માટે મુકેલા મશીનના હેડ બ્લોકની ચોરી કરતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે. છેલ્લા થોડા સમયમાં જ 16 ખેડૂતોના મશીનોમાંથી હેડ બ્લોક ચોરાયા છે. 8 હજાર રૂપિયાનો એક એવા 16 હેડ બ્લોક તસ્કરો ચોરી કરીને લઈ ગયા છે. આ 16 હેડ બ્લોકની કિંમત 1.26 લાખ રૂપિયા થાય છે. ધરતીપુત્રોએ હાલ અજાણ્યા શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.

સરકાર જ્યારે સીંચાઈ માટે પાણી છોડે ત્યારે ખેડૂતો મશીનમાં પાઈપ ફીટ કરી પોતાના ખેતરમાં પાણી સિંચાઈ માટે લે છે. જેમાં વઢવાણ તાલુકાના માળોદ, ટીંબા સહિતના ગામોના ખેડૂતોએ માળોદ કેનાલ પર મશીનો મુક્યા છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી કેનાલો પર મુકેલા મશીનોમાંથી હેડ બ્લોકની ચોરી થયાની રાવ ઉઠી છે.

એક પછી એક 16 ખેડૂતોના મશીનોમાંથી હેડ બ્લોક ચોરાયા છે. આ અંગે ટીંબાના ખેડૂત પરસોત્તમભાઈ ડોડીયાએ વઢવાણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે મશીનમાંથી હેડ બ્લોકની ચોરીની ફરીયાદ નોંધાવી છે. એક મશીનમાંથી ચોરાયેલ હેડ બ્લોકની કિંમત અંદાજે રૂપિયા 8 હજારની ગણાય છે. ત્યારે આવા 16 ખેડૂતોના મશીનમાંથી 1.26 લાખ રૂપિયાના હેડ બ્લોક ચોરાયા છે. તસ્કરોની ભાળ મેળવવા વધુ તપાસ બીટ જમાદાર એ.વી.દવે ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...