સુરેન્દ્રનગર જિલ્લામાં સપ્ટેમ્બર-ઓક્ટોબર -2022 છેલ્લા 2 માસમાં દસ્તાવેજી કામગીરીમાં ધસારો જોવા મળ્યો હતો. પરિણામે આ સમયગાળા દરમિયાન 4504 દસ્તાવેજ નોંધાયા હતા. સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 12.45 કરોડ તેમજ નોંધણી ફી પેટે રૂ. 90.74 લાખની આવક થઇ હતી.ઝાલાવાડમાં દિવસે દિવસે વસ્તી સાથે વિસ્તાર વધી રહ્યો છે. તો બીજી તરફ જમીનના પ્લોટો સહિતની ખરીદીના દસ્તાવેજો માટે બહુમાળીભવનમા આવેલી જિલ્લા દસ્તાવજી રજિસ્ટાર કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. ત્યારે સપ્ટેમ્બર-2022માં 2490 દસ્તાવેજોની નોંધાયા હતા. જેમાં સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 8,03,55,952 તેમજ નોંધણી ફીની રૂ. 11,86,905ની આવક થઇ હતી.
જેની સામે ઓક્ટોબર-2022માં 2014 દસ્તાવેજોની નોંધણી થઇ હતી. જેના કારણે રૂ. 4,41,97,712ની સ્ટેમ્પ ડ્યુટીની તેમજ રૂ. 78,87,530ની નોંધણી ફીની આવક થઇ હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 માસમાં 4504 દસ્તાવેજોની નોંધણી થતા સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 12.45 કરોડ તેમજ નોંધણી ફી પેટે રૂ. 90.74 લાખની આવક થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.