તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સુરેન્દ્રનગર શહેરના ગુલશન પાર્લરમાં 1.20 લાખની ચોરી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દુકાનની ઉપર પતરાની છત તોડીને ચોરોએ અંદર પ્રવેશ કર્યો

શહેરમાં અંડર બ્રીજ પાસે આવેલી ગુલશન પાનની જાણીતી દુકાનમાં ચોરી થવાનો બનાવ બન્યો હતો. દુકાનમાં રાખેલા રૂ.1 હજાર રોકડા તથા સામાન સહિત અંદાજે રૂ.1.20 લાખના સામાનની ચોરી થઇ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ લેવાની સાથે ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં આબેડકર ચોકથી અંડરબ્રીજ ક્રોશ કરતા ગુલશન પાનની દુકાન આવેલી છે. આ દુકાનની ઉપર પતરાની છત તોડીને ચોરે અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રાખેલા રૂ.1 હજાર રોકડા તથા સીગારેટ, પાન માવાનો સામાન સહિત અંદાજે રૂ.1.20 લાખના સામાનની ચોરી થઇ હતી. દુકાનમાં એકાદ સપ્તાહ પહેલા જ તમામ સામાનની ખરીદી કરીને વસ્તુ ભરવામાં આવી હતી. તસ્કરોએ દુકાનમાં રાખેલા સીસી ટીવીમાં પણ તોડફોડ કરી હતી. શહેરના મધ્યમાં આવેલી દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાય ફેલાયો છે. આ બાબતે દુકાન માલિકે પોલીસને જાણ કરતા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે પોલીસે આવી ચોરી કરવા માટે ટેવાયેલા આરોપીઓની ખાનગી રાહે તપાસ પણ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો