સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1000ની વસતીએ 1થી વધુ કેસ આવ્યા હોય તેવા લખતર-5, ધ્રાંગધ્રા-3, પાટડી-2, વઢવાણ-1 અને ચુડા તાલુકાનું 1 ગામડું સહિત કુલ 12 ગામો મલેરિયા પ્રભાવિત થતા છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા 16 મેથી દવા છંટકાવ અભિયાન હાથ ધરાયું હતું.સરકાર દ્વારા 2022ના અંત સુધીમાં મલેરિયા નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. તેના ભાગરૂપે અલગ અલગ પ્રોગ્રામ તેમજ અલગ અલગ પ્રકારના સર્વે અને મેલેરિયા ઉત્પતિ અટકાવવા પગલા ભરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 12 ગામો પ્રભાવિત છે.
જેમાં નાના અંકેવાળીયા, ઇંગરોડી, બજરંગપુરા, સદાદ,પેઢડા, ગાંગડ, જસાપર, નવલગઢ, ખંભલાવ,મેટાસર, રામવડ, જેસકપર ગામડાઓનો સમાવશે થતા તેના રહેણાક મકાન તેમજ લોકોની અવરજવર વધુ હોય તેવા સાર્વજનિક સ્થળો પર તા. 16 મેથી દવા છંટકાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે છેલ્લા 1 વર્ષમાં 1000ની વસ્તીએ 1થી વધુ કેસ આવ્યા હોય તેવા ગામમાં આ છંટકાવ કરવામાં આવશે.
આ દવા છંટકાવ થયા બાદ 2 માસ સુધી મલેરિયા ફેલાવતા મચ્છર ઘરમાં પ્રવેશતા નથી અને જો દીવાલ પર બેસે તો મોત થઇ જાય છે. આ દવાનો છંટકાવ મે તેમજ ઓગસ્ટમાં એમ 2 રાઉન્ડ કરાશે. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી કે.સી.સંપત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમારના માર્ગદર્શન મુજબ મેલેરીયા અધિકારી ડો. અમિતકુમાર અને તેમની ટીમ કામગીરી કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.