તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લામાં 4 દિવસના 15000ના લક્ષ્યાંક સામે એક જ દિવસમાં 11,885એ રસી લીધી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 3,65,587 પ્રથમ, 86,468 બીજા ડોઝ, કુલ 4,52,055નું રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં 15000 લોકો રસીકરણ કરવું તે પણ આરોગ્યતંત્ર માટે પડકારરૂપ બની રહ્યું છે. ઓફલાઈનથી નક્કી કરેલા આ લક્ષ્યાંકમાં છેલ્લા ચાર દિવસમાંથી એક જ દિવસ પૂર્ણ થતા રસીકરણ માટે તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે ગુરુવાર સાંજના 7 કલાક સુધીમાં 11,885 લોકોએ રસી લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં 16 જાન્યુઆરીથી રસીકરણની ધીમી ગતિએ શરૂઆત થઇ હતી. ત્યારબાદ લોકો વધુમાં વધુ રસી લે તે માટે તંત્ર દ્વારા 17 લાખની જનતા સામે 10 લાખ લોકોને રસી દેવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું. ત્યારે 18-44ની ઉંમરના લોકો રસી લઇ શકે તે માટે 4 જૂનથી આયોજન કરાયું હતું.

પરંતુ તેમાં ફરજિયાત રજિસ્ટ્રેશનના કારણે લોકોને મુશ્કેલીઓ પડતા તેના ઉકેલ માટે સરકાર દ્વારા તા. 21 જૂનથી ઓફલાઈનની વ્યવસ્થા કરી. ત્યારે આ દિવસથી લઇને આરોગ્યતંત્ર દ્વારા જિલ્લામાં દરરોજ 15000 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું.

પરંતુ શરૂ થયેલા આ અભિયાનના ત્રણ દિવસોમાં માત્ર એક જ દિવસ આ લક્ષ્યાંક પૂર્ણ થતા રસીકરણ માટે તંત્રમાં દોડધામ મચી છે. કારણે કે, તા. 21 જૂને 19043 લોકો રસી લીધી હતી. જેની સામે તા. 22 જૂને 10693, તા. 23 જૂને 14,180 તેમજ તા. 24 જૂનને સાંજના 7 કલાક સુધીમાં 11,885 લોકોનું જ રસીકરણ થયું હતું. અત્યાર સુધીમાં 3,65,587 પ્રથમ ડોઝ અને 86,468 બીજા ડોઝ સાથે કુલ 4,52,055 લોકોએ રસી મૂકવી હતી.

ગુરૂવારે 11,885 લોકોએ રસી મૂકાવી
સમયપ્રથમબીજો18-4445-6060થી ઉપરકુલ
9140140014
10207331455738240
118821696422491601051
12155016311933102101713
1162718111983892211808
2131112210182661491433
3153316810574032411701
414289510533221481523
511881098823181571297
6702100469209124802
72426014010656602
અન્ય સમાચારો પણ છે...