સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:જિલ્લામાં ચૂંટણી મથકો પર થમર્લ ગન, ફેસ શિલ્ડ, થ્રી-લેયર માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ, સેનેટાઈઝર સ્પેર સહિત 11.79 લાખ ચીજવસ્તુ ફાળવાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે 6717 લોકોએ રસી લીધી, 12 લાખને પ્રથમ અને 11.61 લાખને બીજા ડોઝ સાથે કુલ 23.61 લાખનું રસીકરણ

જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે જિલ્લાના અંદાજે 8 હજાર મથકો પર કોવિડ-19 મહામારીને લઇને આરોગ્લક્ષી સેવાઓ ઉભી કરવાની સાથે વિવિધ પ્રકારની 11.79 લાખ જેટલી ચીજવસ્તુઓ ફાળવી હોવાનું બહાર આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજી લહેરને લઇને આરોગ્ય તંત્ર આરટીપીસીઆર, એન્ટિજન સહિતનું લોકોના ટેસ્ટિંગ સાથે કોરોના ન ફેલાય તે માટે દોડધામ કરી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સરપંચોની 379 બેઠક માટે 1103 ઉમેદવાર તેમજ સભ્યોની 2129 બેઠક માટે 5092 ઉમેદારનો ચૂંટણી જંગ જામવાનો છે. જેના કારણે મોટી સંખ્યામાં મતદાન કરવા પણ લોકો બહાર આવે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે જિલ્લામાં અંદાજે 8000 જેટલા મથકો પર મતદારો સહિતના લોકોની પણ ભીડ જામશે. ત્યારે આવા માહોલમાં લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે આરોગ્યલક્ષી સેવાઓની ચીજવસ્તુઓની ફાળવણી કરી હોવાનું બહાર આવ્યુ હતુ.

જેમાં થર્મલગન, ફ્રેસ શીલ્ડ, થ્રીલેયર માસ્ક, એન-95 માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ, લીકવીડ શોપ, સેનેટાઇઝર સ્પ્રે, બાયો મેડિકલ વેસ્ટબેગ તેમજ પીપીઇ કીટ સહિત કુલ 11,79,352 જુદી જુદી ચીજવસ્તુઓ વઢવાણ, લખતર, લીંબડી, ચુડા, સાયલા, થાનગઢ, મૂળી, ધ્રાંગધ્રા તેમજ દસાડામાં ફાળવી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 16 ડિસેમ્બરને ગુરૂવારે 64 કેન્દ્રો પર 6717 લોકોએ રસીનો લાભ લીધો હતો. જેના કારણે 12,00,112 પ્રથમ અને 11,61,537 બીજા ડોઝ સાથે કુલ 23,61,649 લોકોનું રસીકરણ થયુ હતુ. જેમાં 18-44 વયના 14,60,462, 45-60ની ઉંમરના 5,70,243 તેમજ 60થી ઉપરની વયના 3,30,944 લોકોનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં આરોગ્યના અંદાજે 250થી વધુ લોકો ખડેપગે
જિલ્લામાં જ્યાં જ્યાં ચૂંટણી યોજાશે ત્યાં પણ આરોગ્ય તંત્રના કર્મીઓની પણ ફાળવણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમાર પ્રસાદે જણાવ્યું કે, જ્યાં ચૂંટણી યોજાવાની છે તેવા મથકો પર જરૂરી વસ્તુઓ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યના મેડિકલ ઓફિસર, નર્સ સ્ટાફ સહિતના અંદાજે 250થી વધુ કર્મચારીઓ પણ આ સમયે જરૂરીયાત મુજબની કામગીરી કરે તેવુ આયોજન કરાયું છે.

ચૂંટણી મથકો ઉપર આરોગ્ય સેવાઓની ફાળવેલી વસ્તુઓ

વસ્તુઓવઢવાણલખતરલીંબડીચુડાસાયલાચોટીલાથાનગઢમૂળીધ્રાંગધ્રાદસાડાકુલકલે.કચેરી
થર્મલગન180186251198274240108233316316225811
ફ્રેસશીલ્ડ319532814240341045104074224238564510507638394123
થ્રી લેયર માસ્ક1400014500200001550021500185008500180002150024500158000286
એન-95 માસ્ક319532805424031404510407422423856451050763839476
હેન્ડ ગ્લોવ્ઝ352836635242387656814963193743035685663045808241
હેન્ડગ્લવ્ઝ યુઝ & થ્રી75000670001030007800099000860003400087000118000130000877000166
લીક્વીડ શોપ251260368275401351142326399466323975
સેનેટાઇઝર સ્પ્રે1140116414101200148013708901310148016301307476
બાયો મેડિકલ વેસ્ટબેગ8386121911311154810613015110620
પીપીઇ કીટ1601672441782662308621326631321230

​​​​​​​

જિલ્લામાં ગુરુવારે દર કલાકે થયેલું રસીકરણ, 4559ને બીજો ડોઝ

સમયપ્રથમબીજો18-4445-6060+કુલ
9451432146
102594151561
111252252814623350
123007677602011061067
143397710132641331410
2448630841166711075
319453954614443733
4436796913216851232
517556555311671740
કુલ21584559499111605486717

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...