તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં આજે નવા 116 કેસ નોંધાયા, સારવાર દરમિયાન 12 દર્દીઓના મોત

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે નવા 116 કેસ નોંધાયા, સારવાર દરમિયાન 12 દર્દીઓના મોત - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે નવા 116 કેસ નોંધાયા, સારવાર દરમિયાન 12 દર્દીઓના મોત
 • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો પાંચ હજારની પાર પહોચ્યોં

સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 116 કેસોનો શનીવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ પાંચ હજારને પાર પહોંચીને પાંચ હજાક 635ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે શનીવારે વધુ 12 કોરોના દર્દીઓના મોત નિપજવાની ઘટના બનવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 368 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે.

આજે શનીવારે 116 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 116 પોઝિટપવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ પાંચ હજાર 635 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે શનીવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, શનીવારે 12 કોરોના દર્દીઓના મોતના તાંડવથી મૃતક આંક 368એ પહોંચ્યો હતો.

આ ઉપરાંત એક પણ દર્દી શનીવારે સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક ત્રણ હજાર 300 પર પહોચ્યોં હતો. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો