રસીકરણ:જિલ્લામાં પુરુષો કરતાં હજુ પણ 1.15 લાખ મહિલા રસીમાં પાછળ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોમવારે 14027 લોકોએ રસી લીધી, એકપણ કેસ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં 15 નવેમ્બરે કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. અને આ દિવસે રસીકરણના 66 કેન્દ્ર પર 14027 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે અત્યાર સુધીમાં કુલ 19.75 લાખ લોકોનું રસીકરણ થયું હતું. જ્યારે કુલ રસીકરણની સંખ્યામાં પુરૂષો કરતા મહિલાઓ હજુ પણ 1.15 લાખથી વધુ પાછળ હોવાનું ધ્યાને આવ્યું હતું. જિલ્લામાં કોવિશિલ્ડની 17,51,027 અને કોવેક્સિનની 2,24,966 રસી સાથે કુલ 19,75,993 લોકોનું રસીકરણ થયું હતું.

જેમાં કુલ 10,45,739 પુરૂષો અને 9,29,952 મહિલાઓએ રસીનો લાભ લીધો હતો. પરિણામે હાલના તબક્કે પણ રસીકરણમાં પુરૂષો કરતા 1,15,787 મહિલાઓ પાછળ રહી છે. આથી જિલ્લાની મહિલાઓ વધુમાં વધુ રસી લેવા આગળ આવે તે જરૂરી બની ગયું છે. કારણ કે અત્યાર સુધીમાં જિલ્લાના લોકોને 11,33,451 પ્રથમ તેમજ 8,42,542 બીજો ડોઝ આપી દેવાયો છે.

સોમવારે જિલ્લામાં દર કલાકે થયેલું રસીકરણ

સમયપ્રથમબીજો18-4445-6060+કુલ
9022183122
1033162575111319
114987265418087921
1216210511803381491667
1171209916154192362270
2301201816504662032319
3207160813063511581815
4220208916254502342309
5205138311543161181588
67772053018483797
કુલ13951123299892758128014027
અન્ય સમાચારો પણ છે...