રસીકરણ:11.44 લાખે પ્રથમ અને 9.37 લાખે બીજા ડોઝ લીધો

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 16178 લોકોએ રસી લીધી કુલ રસીકરણનો આંક 20.82 લાખ

સુરેન્દ્રનગર જિલ્લાના અત્યાર સુધીના કુલ રસીકરણમાં પુરૂષોએ રસી લેવામાં 11 લાખના પાર કરીને 11,01,941 પર પહોંચી ગયા હતા. મંગળવારે 66 કેન્દ્રો પર કુલ 16178 લોકોએ રસી લેતા જિલ્લાનું કુલ 20,82,609 લોકોનું રસીકરણ થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં રસી લેવામાં પુરૂષોમાં જાગૃતા હજુ પણ જોવા મળી રહી છે. તા. 23 સપ્ટેમ્બરને મંગળવારે 66 કેન્દ્રો પર 1992 પ્રથમ તેમજ 14185 બીજા ડોઝ સાથે કુલ 16178 લોકોએ રસી લીધી હતી. જ્યારે આ દિવસે જિલ્લાના પુરૂષોએ 11 લાખના આંકને પાર કરીને રસી લેવામાં 11,01,941 પર પહોંચી ગયા હતા. જેની સામે જિલ્લાની 9,80,333 મહિલાઓએ રસી મૂકાવી હતી. જિલ્લામાં કુલ 11,44,690 પ્રથમ અને 9,37,919 બીજા ડોઝ સાથે 20,82,609નું રસીકરણ થયું હતું.

જેમાં 18-44ની ઉંમરના 12,57,306, 45-60ની વયના 5,18,332 અને 60થી ઉપરની ઉંમરના 3,06,971 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લાના કુલ રસીકરણમાં અત્યાર સુધીમાં કોવિશીલ્ડની 18,49,845 તેમજ કોવેક્સિનની 2,32,764 રસીનો લાભ લોકોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...