તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 11410એ રસી લીધી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર પંથકમાં રાત્રિ રસીકરણની તસવીર. - Divya Bhaskar
લખતર પંથકમાં રાત્રિ રસીકરણની તસવીર.
  • 9.15 લાખે પ્રથમ અને 2.18 લાખે બીજા ડોઝ સાથે 11.33 લાખનું રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 67 કેન્દ્ર પર થયેલા રસીકરણમાં 11410 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 11,33,640 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 9,15,609 લોકોએ પ્રથમ તેમજ 2,18,031 લોકોએ બીજો ડોઝ પૂર્ણ કર્યો હતો. જિલ્લામાં 5 સપ્ટેમ્બરે 67 કેન્દ્ર પર ચાલુ રહ્યું હતું. જેના કારણે જિલ્લામાં 11,33,640 લોકોએ અત્યાર સુધીમાં 9,15,609 પ્રથમ તેમજ 2,18,031 લોકો બીજા ડોઝથી રક્ષિત થયા હતા. જિલ્લામાં લોકો વધુમાં વધુ રસી લે તે માટે દિવસ-રાત આરોગ્ય તંત્ર દોડી રહ્યું છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 18-44 વયના 5,89,414, 45-60ની ઉંમરના 3,26,527 તેમજ 60થી ઉપરની વયના 2,17,699 લોકોએ રસી લીધી હતી.

લખતરનાં 16 ગામોમાં 100 ટકા વેક્સિનેશન
લખતર તાલુકામાં વેક્સિનેશનનું કાર્ય ઝડપથી ચાલતું હોવાનું જોવા મળે છે. ત્યારે હાલમાં તાલુકાનાં તમામ સરકારી તંત્રો દ્વારા તાલુકામાં લોકોને વેક્સિનેશન અંગે સમજાવી રહ્યા જોવા મળે છે. અત્યાર સુધીમાં લખતર તાલુકાના 80 ટકાને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે તાલુકાના 16 ગામમાં 100 ટકા રસીકરણ થયું છે.

લખતર તાલુકામાં હાલમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી ચાલતી હોય તેવું જોવા મળે છે. લખતર તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશન તાલુકાનાં ભાથરિયા ગામે 54 ટકા, વરસાણી ગામે 60 ટકા, છારદ ગામે ટકા % તેમજ સાકર ગામે 69 ટકા થયું હોવાનું જાણવા મળે છે. તો તાલુકાનાં 16 ગામડાઓમાં 100 % વેક્સિનેશન થઈ ગયું છે. જેમાં કડું, લરખડિયા, ઘણાદ, તલવણી, પેઢડા, નાના અંકેવાળિયા, દેવળિયા, તાવી, ગાંગડ, કેસરિયા, ભાસ્કરપરા, સવલાણા, મોઢવાણા, વડેખણ, આદલસર તથા ભાલાળાનો સમાવેશ થાય છે. લખતર તાલુકામાં 18+ કુલ 71443 માંથી અત્યાર સુધીમાં 55685 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોવાનું જાણવા મળે છે. તાલુકામાં આવેલા 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વણા પીએચસીમાં કુલ 87 ટકા, ઢાંકી પીએચસીમાં કુલ 80 ટકા, તલસાણા તેમજ વિઠલગઢ પીએચસીમાં કુલ 73-73 ટકા વેક્સિનેશન નોંધાયું હોવાની માહિતી તાલુકા હેલ્થ ઓફિસમાંથી મળી હતી. તાલુકા હેલ્થ ઓફિસર સહિત તાલુકાની સરકારી કચેરીઓના કર્મચારીઓ સંકલનથી નાઈટ વેક્સિનેશન, વેક્સિનેશન કેમ્પ સહિતના કાર્ય કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...