પરેશાની:સુરેન્દ્રનગર ડેપોના 180માંથી 110 બંધ ટિકિટ મશીન રિપેરિંગમાં ગયા, હજુ આવ્યાં નથી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મોટાભાગના ટિકિટ મશીનો ચાલુ રૂટે બંધ થઇ જવાની ઘટનાઓ બની હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મોટાભાગના ટિકિટ મશીનો ચાલુ રૂટે બંધ થઇ જવાની ઘટનાઓ બની હતી.
  • ST બસનાં ટિકિટ મશીનો બંધ થવાથી પરેશાની: ચોટીલા-ધ્રાંગધ્રા ડેપોમાં વારંવાર મશીન બંધ થવાની રાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં સલામતી સવારીના દિવસે દિવસે પ્રશ્નો વધતા જતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે મુસાફરોને આપવામાં આવતા ટિકિટના મશીનો બંધ થઇ જતા હોવાથી અનેક રૂટો બંધ કરવા સહિતની મુશ્કેલીઓ સર્જાઇ છે. ત્યારે આ બંધ મશીનો બાબતે પણ એસટી તંત્રની ઉચ્ચકચેરીઓ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા અને લીંબડી ડેપોમાંથી અંદાજે 160થી વધુ એસટી બસ દોડાવીને રાજકોટ એસટી વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસના ટિકિટ મશીનો વારંવાર બંધ થઇ જવા હોવાની રાવ ઊઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર ડેપોમાં 180 મશીન હતા. પરંતુ કોઇ કારણોસર 110 જેટલા મશીન બંધ થઇ જતા રિપેરિંગમાં મોકલાયા છે. અને હાલમાં 65 જેટલા મશીન ચાલુ છે તેમાંય પણ દરરોજ ચાલુ રૂટોમાં 5 જેટલા મશીન બંધ થઇ જતા હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કંડક્ટરો સાથે સાથે મુસાફરો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જ્યારે કેટલીકવાર તો ચાલુ રૂટોમાં મશીન બંધ થઇ જતા મુસાફરોને પણ લેવામાં આવતા નથી. આથી મુસાફરોને મુસાફરી માટે રઝપાટ કરવાનો વારો આવે છે. બીજી તરફ લીંબડી ડેપોમાં 64 મશીન છે જે ચાલુ હોવાનું બહાર આવ્યું હતું.

પરંતુ ચોટીલા તેમજ ધ્રાંગધ્રા ડેપોના ટિકિટ મશીનો વારંવાર બંધ થઇ જતા હોવાની રાવ ઉઠી છે. જિલ્લાના કેટલાક ડેપોમાં કંડક્ટરનો ઘટના કારણે અને મશીનો બંધ થવાથી દિવસ દરમિયાન કેટલા શિડ્યુઅલો પણ રદ થવાની પરિસ્થિતિ સર્જાય છે. તો બીજી તરફ બંધ ટિકિટ મશીનો બાબતે અવારનવાર રજૂઆતો કાતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે એસટી તંત્રની ઉચ્ચ કચેરીઓ દ્વારા આ બાબતે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

મોટા ભાગનાં મશીનો ઓવરએજ થઇ ગયા
2015માં ટિકિટ મશીનો ફાળવાયા હતા. આ મશીનોની મર્યાદા 3 વર્ષની હોય છે. ત્યારે 2018થી વધુ સમય થઇ જવાની સાથે મોટાભાગના ટિકિટ મશીનો પણ ઓવરએઝ થઇ જવાના કારણે ચાલુ રૂટોમાં બંધ પડી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...