ઈન્કવાઈરી:કોરોના સહાય માટે 110 ઈન્કવાઈરી, તંત્ર ફોર્મ વિતરણની તારીખ નક્કી કરતું નથી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીએ પંચાયત ચૂંટણીના કામનું બહાનું આગળ ધર્યું

સરકારે કોરોનામાં મૃત્યુ પામનાર વ્યકિતને રૂ.50 હજારની સહાય આપવાની જાહેરાત કરી દીધી છે. જેને લઇને જે પરિવારમાં કોરોનાથી મોત થયું છે તે લોકો સહાય મેળવવા શું કરવું તેની જાણકારી માટે કચેરીના પગથિયા ઘસી રહ્યા છે. ત્યારે હજુ સુધી આ ફોર્મ કયા અને કેવી રીતે ભરાશે તેનું કોઇ ચોકકસ આયોજન કરવામાં આવ્યું નથી. આગામી સમયમાં આ કામગીરી શહેર લેવલે પાલિકામાં તથા ગ્રામ્ય લેવલે પંચાયતમાં કામગીરી થાય તેવો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાએ મચાવેલા હાહાકારમાં અનેક લોકોના મોત થયા છે. પરંતુ સરકારની ગાઇડલાઇન મુજબ આરોગ્ય વિભાગે જાહેર કરેલા કોરોનાના મોતની સંખ્યા માત્ર 127 ની જ છે. પરંતુ બિનસત્તાવાર મોતનો આંક ખૂબ મોટો થાય તેમ છે. સરકારે કોરોનાના મૃતકના પરિવારને રૂ.50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાં કોરોના થયા બાદ મોત થયું હોય અને તેમનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેમને પણ સહાય આપવાની જાહેરાત કરી છે.

આ બાબતની કામગીરી હાલના સમયે ફલડ વિભાગને સોપવામાં આવી છે. જ્યાં કોઇ ફોર્મ લેવામાં આવતા નથી પરંતુ લાભાર્થીઓને પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આવા 100થી વધુ પરિવારના લોકો પૂછપરછ કરી ગયા છે. પરંતુ ફોર્મ ભરવાની કાર્યવાહી હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી.

આ બાબતે ફલડ વિભાગના મામલતદાર જે.ટી.રાવલે જણાવ્યું કે હાલના સમયે પંચાયતની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. છતાં આગામી સમયમાં આ બાબતે બેઠ મળશે. જેમાં કામગીરી અને ફોર્મ ભરવાની જવાબદારીઓ નકકી થશે હાલના સમયે એવું આયોજન છે કે શહેરીજનો માટે પાલિકા, ગામડાઓમાં પંચાયતમાં જ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવી. અન્ય જિલ્લામાં આ બાબતે થઇ રહેલી કામગીરીની નોંધ લઇને ફોમ સ્વીકારવાના ચાલું કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...