કોરોનાવાઈરસ:જિલ્લામાં 11 લાખ લોકોને નિશુલ્ક આયુર્વેદિક ઉકાળો પીવડાવાયો

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 લાખ લોકોને હોમિયોપેથિક દવા આપી

વૈશ્વીક મહામારી કોરોના વાઇરસને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધારવાના જિલ્લા કલેક્ટર કે.રાજેશની સુચનાથી જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણાના અનુદાનમાંથી કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.પરમાર, વૈદ્ય પંચકર્મ પી.પી.પરમાર  અને  22 આયુર્વેદ તથા 5 હોમીયોપેથી દવાખાનાના અધિકારી અને કર્મીની ટીમે જાહેરસ્થળો, સરકારી કચેરીઓ વગેરે સ્થળોએ નિશુલ્ક આયુર્વેદીક ઉકાળો લોકોને પીવાડાવયો હતો. જેનો અત્યાર સુધીમાં 11 લાખ લોકોએ લાભ લીધો હતો. જ્યારે 5  હજાર લોકોને સંશમની વટી ટેબ્લેટ અને 2 લાખ લોકોને હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ -30 આપવામાં આવ્યાનું જિલ્લા આયુર્વેદીક અધિકારી ડો. પીનાકીન પંડયાની એક યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...