કોરોના બેકાબૂ:સુરેન્દ્રનગર જિલ્લામાં 2 પોલીસ જવાન સહિત 11ને કોરોના : 1નું મોત

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ-લોન્ચિંગ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ઉડીને આંખે વળગ્યું - Divya Bhaskar
ઇ-લોન્ચિંગ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ઉડીને આંખે વળગ્યું
  • મૂળ પાટડીના ઝીંઝુવાડાના જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેનને કોરોના ભરખી ગયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 11 કેસ નોંધાયા છે. જેમાં ચોટીલામાં 5 અને લખતરમાં કોરોનાના 4 કેસ નોંધાયા છે. જયારે વઢવાણના 2 પોલીસ કર્મી કોરોનાની ઝપટે ચડયા છે. જ્યારે પાટડી તાલુકાના ઝીંઝુવાડાના અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતીના ચેરમેન તકુભા ઝાલાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ 2 દિવસ સુધી વેન્ટીલેટર પર રખાયા બાદ સારવાર દરમિયાન જ મોત થતા રાજકીય વર્તુળોમાં સોપો પડી ગયો છે. અઠવાડિયા અગાઉ જ ઝીંઝુવાડાના અને પાટડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનુભા ઝાલાનું એટેકગી મોત થયુ હતુ. આમ એક જ અઠવાડિયામાં બે નેતાના અવસાનથી શોક છવાયો હતો.

ઇ-લોન્ચિંગ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ઉડીને આંખે વળગ્યું
વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની મહિલાઓ પગભર કરવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સરકાર દ્વારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે હળવદ તાલુકા પંચાયત કચેરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી યોજના લોન્ચકરી તેની માહિતી આપી હતી. જ્યારે લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા યોજના લોન્ચ કરી હતી.

ચોટીલામાં 5, લખતરમાં 4 જણ સંક્રમિત
ચોટીલા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં 4 અને રેફરલ હોસ્પિટલમાં 1 મળી 5 કેસ નોંધાયા છે. જયારે હોમક્વોરન્ટાઇન 43 દર્દીઓની આરોગ્ય વિભાગ અને ધનવંન્તરી રથ થકી સારવાર કરાઇ રહી છે. તો લખતરના કારેલામાં. જેમાં સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરને સહિત 2 કેસ અને લખતર શહેરમાં 2 કેસ નોંધાયા છે.

વઢવાણ પોલીસ મથકના કુલ 3 કર્મીને ચેપ
લીંબડીના કેદીઓના બંદોબસ્તમાં રહેલા વઢવાણના પોલીસ કર્મી બાદ પોલીસ મથકના વધુ 2 પોલીસ કર્મચારી ગુરૂવારે સંક્રમીત થયા છે.

અન્ય સમાચારો પણ છે...