તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબીના જોન્સનગરના રહેણાંક મકાનમાં 11 જુગારી રૂ. 4.60 લાખના મુદામાલ સાથે ઝડપાયા

સુરેન્દ્વનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના જોન્સનગરના રહેણાંક મકાનમાં 11 જુગારી રૂ. 4.60 લાખના મુદામાલ સાથે ઝડપાયા - Divya Bhaskar
મોરબીના જોન્સનગરના રહેણાંક મકાનમાં 11 જુગારી રૂ. 4.60 લાખના મુદામાલ સાથે ઝડપાયા
  • મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો જુગારધામ પર દરોડો

મોરબીના લાતી પ્લોટ પાસે આવેલા જોન્સનગરના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરના માલિક સહિત કુલ 11 જુગારી જુગારના અડ્ડામાંથી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂ. 4.60 લાખના મુદામાલ સાથે તમામને પકડી પાડતી એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી એલ.સી.બી.ના પુથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા અને શકિતસિંહ લખધીરસિંહ ઝાલાને મળેલી હકીકત આધારે મોરબીના લાતી પ્લોટ પાસે જોન્સનગરમાં આવેલ ખ્વાજા પેલેસની પાછળ ઇમરાન ઇકબાલ જેડાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.

બાતનીના આધારે રેડ કરી હતી ત્યારે ઘર ધણી ઇમરાન ઇકબાલ જેડમિયાણા (ઉ.વ .27), હુશેન અલારખાભાઇ શેખસિપાઇ (ઉ.વ .27), અસ્લમ સલીમભાઇ ચાનીયાસંધી (ઉ.વ .38), આશીફ ઉર્ફે અંજારૂ ઇકબાલભાઇ માડકીયપ્રધાંચી (ઉ.વ.22), અકીલ ઇસ્માઇલ વકાલીયામોમીન (ઉ.વ.21), ઇસ્માઇલ વારમહમદ બ્લોચમકરાણી (ઉવ .27), મસ્તફા દાદુભાઇ દાવલીયા પીંજારા (ઉ.વ.21), સંદિપ ઉર્ફે ઉકો જગદિશભાઇ શેરસીયા (ઉ.વ .30), ઇરફાન અલારખા ચીંચોદરા (ઉવ .41), આશીફભાઇ ગફારભાઇ મોવર જાતે મીયાણા (ઉ.વ. 20) અને સિરાજ ઉર્ફ દુખી અમીરઅલી પોપટીયા (ઉ.વ. 33) જુગાર રમતા મળી આવ્યાં હતા.

પોલીસે રોકડ રૂપીયા ચાર લાખ 60 હજાર કબ્જે કરીને આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ -4,5 હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, સંજયભાઇ પટેલ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા, નિર્મળસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, ભરતભાઇ મિયાત્રા, રણવિરસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા, અશોકસિંહ ચુડાસમાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...