કોરોનાનો કહેર:રવિવારે 11 કેસ : વઢવાણમાં 5, થાનમાં 4 અને લખતરમાં 2 કેસ, તેમજ જિલ્લામાં 3નાં મોત, 63 દિવસમાં જ 1000 કેસ વધ્યાંં

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહતના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાય છે. - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહતના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાય છે.
  • 24 એપ્રિલથી 29 નવેમ્બર સુધીના 221 દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા

જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રથમ પોઝિટીવ કેસ 24 એપ્રિલે નોંધાયા બાદ 221 દિવસમાં પોઝિટીવ દર્દીઓનો આંકડો 3 હજારને પાર કરી ગયો છે. પ્રથમ 500 કેસ 85 દિવસમાં નોંધાયા હતા જ્યારે હાલના 500 કેસ 32 દિવસમાં નોંધાયા છે. રવિવારે વધુ 11 વ્યક્તિઓ સંક્રમીત બનતા કુલ પોઝિટીવ દર્દીઓનો આંક 3005 એ પહોંચ્યો હતો. રવિવારે નોંધાયેલા 11 કેસમાં સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારમાં 5, થાનમાં 4 જ્યારે લખતર શહેરમાં એક અને લખતરના બજરંગપુરા ગામે એક કેસ નોંધાયો હતો.જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રજા જાગૃત બની માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટ સહીતના નિયમોનું પાલન કરે તે અનિવાર્ય બની ગયું છે.રવિવારે જિલ્લામાં 3 કોરોના પોઝિટીવ દર્દીઓના મોત નિપજ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના 77 વર્ષીય પુરૂષ અને પાટડી તાલુકાના એક પુરૂષ અને એક મહિલાનું મોત નિપજ્યું હતું.ત્યારે કોરોના પોઝિટીવ દર્દીઓના મોતનો કુલ આંકડો 191 એ પહોંચ્યો હતો.

ફફડાટ 32 દિવસમાં 500 કેસ વધ્યા, 53નાં મોત નીપજ્યાં

તારીખકેસમોતરીકવરદિવસ
24-4-20100
18-7-205001720885
6-8-2010004233018
8-9-2015006096533
28-9-20200083127820
29-10-202500138194431
29-11-203000191281832

કેસની સાથે મૃત્યુદર વધતાં લોકોમાં ફફડાટ

પાટડી પંથકમાં કોરોનાથી 2 દિવસમાં જ 3નાં મૃત્યુ
પાટડીના કાળુભાઇ દરજીનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નિપજ્યંુ છે. જ્યારે દરબારીચોક અને જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા શ્યામજીભાઇ કરશનભાઇ મકવાણાને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા બાદ તબીયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જ્યારે રવિવારે પાટડી છીંકણીવાળા ખાંચામાં રહેતા સુરેશભાઇ દરજીને પણ કોરોના પોઝીટીવ આવતા પાટડી કોવિડ કેર સેંટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એમનું ઓક્સિજન લેવલ ઘટીને 80 થઇ જતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં 700થી વધુ બેડની સગવડ
સુરેન્દ્રનગર જિલ્લાની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કોવીડ સેન્ટરમાં 250 બેડની વ્યવસ્થા છે. આ ઉપરાંત ગાંધી હોસ્પિટલમાં 100, ધ્રાંગધ્રા રેફરલ હોસ્પિટલમાં 40, લીંબડી રેફરલ હોસ્પિટલમાં 40, દસેય તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 20-20 બેડની સુવિધા છે. આ ઉપરાંત શહેરની 3 ખાનગી હોસ્પિટલોમાં પણ કોવીડ સેન્ટર બનાવાયા છે. જેમાં 125 બેડ ઉપલબ્ધ છે. હાલ જિલ્લામાં કુલ 700 બેડની સુવિધા સામે એકટીવ કેસ 196 જ છે. આથી જિલ્લાના કોવીડ સેન્ટરોમાં બેડની પૂરી વ્યવસ્થા છે.

અન્ય સમાચારો પણ છે...