તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:જિલ્લાના 11 આયુષ વિભાગો 5 માસથી બંધ થતાં દર્દીઓને હાલાકી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રય સરકારના આદેશથી 5 વર્ષમાં આયુષ વિભાગો બંધ કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં અસાધ્ય રોગોનો ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા યોગ અને આયુર્વેદ પધ્ધતિનો પાઇલોટ પ્રોજેકટને લોંચ કરી 11 સીએચસી કેન્દ્રો પર સારવારનો ધમધમાટ શરૂ કરાયો હતો. જે અંતર્ગત 21-2-2016માં તે સમયના કેન્દ્રીય આયુષમંત્રીએ નવા શરૂ થયેલા ક્લિનિકોનું ઉ્દઘાટ પણ કર્યુ હતુ. પરંતુ 5 વર્ષ સુધી ચાલુ રહેલા જિલ્લાના આ 11 આયુષ વિભાગો એકાએક કેન્દ્ર સરકાર દ્વારા 30-4-2021ના રોજ બંધ કરી દેવાયા હતા.

જેના કારણે આ વિભાગોમાં સારવાર લેતા અનેક દર્દીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની બૂમરાણો ઉઠી છે. દર્દીઓને સરકારી તેમજ ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લેવાનો ખાટ સર્જાયો છે. જો કે, ભારત સરકાર અનુદાન સંચાલિત આ વિભાગો આયુષ નિયામક ગાંધીનગરની કચેરી ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં આ વિભાગો સંચાલીત થશે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાની શકયતાઓ છે. પરંતુ હાલ તો 5 માસથી બંધ થયેલા આયુષ કેન્દ્રોના કારણે લોકોને હાલાકી પડી રહી છે.

કયા સ્થળે આયુષ વિભાગો બંધ થયા
જિલ્લામાં આયુષ વિભાગનું મુખ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલમાં શરૂ કરાયુ હતુ. આ ઉપરાંત જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, ચોટીલા, મૂળી, વઢવાણ, સાયલા, થાન, લખતર, વઢવાણ સહિતના સ્થળોએ આયુષ ક્લિનિકો શરૂ કરાયા હતા. પરંતુ આ વિભાગો 5 માસથી બંધ હાલતમાં છે.

કરાર આધારિત 77 કર્મીઓને છૂટા કરાયા
જિલ્લાના 11 આયુષ કેન્દ્રો શરૂ કરાતા 1 કેન્દ્ર પર 2 આયુષ ડોકટર(રિસર્ચ એસોસિયેટ), 2 ફાર્માસિસ્ટ, 1 યોગ ઇન્સ્ટ્રકટર,1 ઓફિસ આસિસ્ટન્ટ તેમજ 1 એમટીએસ સહિત 7 કર્મીઓને 6 માસના કરાર આધારિત ફરજ પર લેવાયા હતા. પરંતુ જિલ્લાના તમામ કેન્દ્રો બંધ કરવામાં આવતા હાલ 77 જેટલા કર્મીઓને પણ પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...