રસીકરણ:જિલ્લામાં ગુરુવારે 38 કેન્દ્રો પર 1088 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15.83 લાખ પુરૂષ, 13,76 લાખ મહિલાઓએ રસી લીધી
  • રસીકરણનો​​​​​​​ અંક 29.91 લાખને પાર પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારે 38 કેન્દ્રો પર કોરોના રસીકરણ હાથ ધરાયુ હતુ.જેમાં 1088 લોકોએ રસી મુકાવી હતી.આથી જિલ્લાનો રસીકરણ આંક 29.91 લાખને પાર કરી ગયો છે.જેમાં 15.83 લાખથીવધુ પુરૂષ અને 13.76 લાખથી વધુ મહિલાઓએ રસીકરણ કરાવયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.12 મે-2022ને ગુરૂવારે 38 કેન્દ્રો ઉપર 1088 લોકોએ રસી લેતા કુલ 29,91,368 લોકોની રસીકરણ થયુ હતુ. જ્યારે આ દિવસે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.

અત્યાર સુધીમાં જિલ્લાના 14,61,218 લોકોએ પ્રથમ તેમજ 14,99,319 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 30,831 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. જિલ્લાના કુલ રસીકરણમાં કોવિશિલ્ડની 23,62,813 અને કોવેક્સિનની 5,77,917 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં 12 થી 14 વર્ષના લોકોએ 50,638 કોબર વેક્સનની ડોઝ લીધો હતો. આ ઉપરાંત 15 થી 17 વર્ષની ઉંમરના 2,30,410 અને 18થી 44ની વયના 17,26,181, 45થી 60ની ઉંમરના 6,15,689 તેમજ 60થી ઉપરની વયના 3,68,453 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લાના 15,83,724 પુરૂષો તેમજ 13,73,302 મહિલાઓએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...