એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી:ઝાલાવાડમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સગર્ભા માતાને લગતી 11 હજારથી વધુ અને અકસ્માતોને લગતી 2 હજારથી વધું ઇમર્જન્સી કેસમાં મદદ કરાઇ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનવ જીવન બચાવવામાં 108 ઈમરજન્સી સેવા લોકો માટે દેવદૂત સમાન બની રહી છે. સુરેન્દ્રનગર જીલ્લામા 2022ના છેલ્લા એક વર્ષમાં 108ની ટીમોએ 24,220 જેટલા લોકોના જીવ બચાવ્યા છે. અને કોઈપણ પરિસ્થિતિમાં 108ને ફોન કરવાથી હાજર થઈ જાય એવા લોકોના વિશ્ર્વાસને પ્રતિસાદ આપીને જીતી લીધો છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ 20 જેટલી 108 ઈમરજન્સી સેવા પોતાનાં 80 જેટલા કર્મચારીઓ સાથે ઠંડી, ગરમી, ચોમાસુ જોયા વિના માનવજીવન બચાવવા હરહંમેશ તૈયાર રહે છે. છેલ્લા એક વર્ષમાં સુરેન્દ્રનગર જીલ્લામાં 108ની ટીમોએ કુલ 24,220 લોકોનાં જીવ બચાવ્યા છે. જેમાં સગર્ભા માતાને લગતી 11,631 ઈમરજન્સી, અકસ્માતને લગતી 2,863 ઈમરજન્સી, પડી જવાના કે વાગવાના બનાવોની 1,950 ઈમરજન્સી, હૃદયરોગને લગતી 894 ઈમરજન્સી સહીત પેટમાં દુ:ખાવો, ઝેરી દવા પીવી, ઝેરી જીવજંતુ કરડવું વિગેરે જેવા બનાવોમાં 108ની ટીમોએ ખડેપગે ફરજ બજાવી છે. ઝાલાવાડના દુરદુરના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારો હોય કે, ગીચ-સંકડા વિસ્તાર હોય, 108ની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ માનવજીવન કેવી રીતે જલ્દીથી બચાવી શકાય છે. તે કામમાં લાગી જાય છે.

સુરેન્દ્રનગર જીલ્લના 108 સેવાના સુપરવાઈઝર આમીરહુશેન મનસુરી અને રાજકોટ જીલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર વધુ માહીતી આપતા જણાવે છે કે, કોઈપણ પરિસ્થિતિમાં માનવજીંદગી બચાવવી એ અમારી પહેલી પ્રાથમિકતા હોય છે. વરસતો વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય 108ની ટીમ બનાવસ્થળે અચુક પહોંચી જાય છે. જીલ્લામાં 20 જેટલી 108 વાન છે, જેમાં પાયલોટ, ઈ.એમ.ટી., ડોકટર અને પ્રાથમીક સારવારનાં અત્યાધુનિક તબીબી સાધનો હોય છે. જીલ્લામા 80 જેટલા કર્મચારીઓ માનવજીવન બચાવવાનાં કાર્યમા સતત ખડેપગે રહે છે.

અન્ય સમાચારો પણ છે...