તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સુરેન્દ્રનગરમાં તાલુકા મથકોએ યોજાયેલી લોક અદાલતમાં 10.55 કરોડની રિકવરી કરવામાં આવી

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં તાલુકા મથકોએ યોજાયેલી લોક અદાલતમાં 10.55 કરોડની રિકવરી કરવામા આવી - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં તાલુકા મથકોએ યોજાયેલી લોક અદાલતમાં 10.55 કરોડની રિકવરી કરવામા આવી
  • લોકઅદાલતને લગતા 759, સ્પેશિયલ સીટીગના 3122, પ્રલીટીગેશનના 2191 અને ફેમીલીકોર્ટના 11 કેસોનો નિકાલ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજુર કાયદા, જમીનસંપાદન, ઇલેક્ટ્રીસીટી, પાણીના બીલો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો, અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવ્યા હતા.જેમાં 10,55,43,240 રકમની રીકવરી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના ઉપક્રમે કાનુની સેવા સત્તામંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલા તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા પ્રલીટીગેશન કેસોનો નીકાલ થાય તેમજ અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તથા નાગરીકોને સમયસર ન્યાય મળી રહે માટે લોકઅદાલતોનું આયોજન કરાય છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકે તા.10-7-21 રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયુ હતુ.

લોક અદાલતમાં પ્રીલીટીગેશન એટલે કે, હજુ દાખલ ન થયા હોય તેવા 2191 કેસો રજૂ કરવામાં આવ્યા હતા. ફોજદારી સમાધાન લાયક કેસો, મોટર અકસ્માત ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજુર કાયદા, જમીનસંપાદન, ઇલેક્ટ્રીસીટી, પાણીના બીલો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો, અન્ય સમાધાન લાયક 759 કેસો હાથ પર લેવામાં આવ્યા હતા.જેમાં 3122 સ્પેશ્યલ સીટીંગના કેસો હાથ પર લેવામાં આવ્યા હતા.જ્યારે ફેમિલી કોર્ટને લગતા 11 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.જ્યારે જિલ્લાભરમાંથી 10,55,43,240ની રકમની રીકવરી કરવામાં આવી હતી. આ આયોજન સફળ બનાવવા મુખ્ય ન્યાયાધીશ એસ.વી.પીન્ટો તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા પ્રયાસ કર્યા હતા.

લખતર ન્યાયાલયમાં લોકઅદાલતનું આયોજન કરાયું

લખતર જુગતરામ દવે પે.સેન્ટર શાળા નં.2ની બાજુમાં આવેલ ન્યાયાલયખાતે શનિવારના રોજ તાલુકા કાનુની સેવા સમિતિ ચેરમેન સુનીલ ચૌધરી અધ્યક્ષતામાં લોક અદાલતનું આયોજન કરાયુ હતું. જેમાં પી.જી.વી.સી.એલ., સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા તથા ફોજદારી સમાધાન લાયક કેસો વિગેરે જેવા કેસો હતા. જેમાં PGVCL 190 કેસ બોલાવેલ તેમાંથી 27 કેસો ફેસલા થયા હતા. તો સ્ટેટ બેંક ઈન્ડીયા દ્વારા 88 કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 1 કેસ ફેસલ થયો હતો.જ્યારે લખતર કોર્ટે 67 કેસો મુક્યા હતા જેમાંથી 45 સ્પેશ્યલનો નિકાલ કરી 1,25,000નો દંડ વસુલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...