તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 105 પોઝિટિવ કેસ, 3 લોકોનાં મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ વઢવાણમાં 36, સૌથી ઓછા મૂળી અને થાનમાં 1 કેસ, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 6552

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર, શનિવાર બાદ રવિવારે એટલે કે સતત ત્રીજા દિવસે કોરોનાના પોઝિટિવ કેસ અને મોતની સંખ્યાએ હેટ્રિક નોંધાવી હતી. રવિવારે પણ 105 લોકો સંક્રમિત થયા હોવાનું તેમજ 3 લોકોના મોત થયાનું સરકારી ચોપડે નોંધાયું હતું. જિલ્લામાં હાલ કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 6552 અને મૃત્યુઆંક 431 પર પહોંચી ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીમાં સતત ત્રણ દિવસ સુધી વિચિત્ર આંકડાકીય ઘટના ધ્યાને આવી હતી. કારણ કે, શુક્રવાર અને શનિવારે 105 પોઝિટિવ કેસ તેમજ 3 લોકોના મોત થયાનું બહાર આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં કેસ અને મોતે હેટ્રીક નોંધાવી હોય તેમ આ કેસ અને મોતનું સંખ્યા ધ્યાને આવી હતી.

રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ચોટીલામાં-3, ચુડામાં-5, ધ્રાંગધ્રામાં -25, લખતરમાં -10, લીંબડીમાં -12, મૂળીમાં-1, પાટડીમાં -9, સાયલામાં-3, થાનગઢમાં-1 તેમજ વઢવાણમાં સૌથી વધુ એટલે કે 36 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત રવિવારે કોરોનાના કારણે 3 લોકોના મોતથી મૃત્યુઆંક પણ 431 પર રહ્યો હતો.

રવિવારે 2242 લોકોએ રસી લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે પણ રસીની જાગૃતિ જોવા મળી હતી. જેના કારણે આ એક જ દિવસમાં 2242 લોકોએ રસીનો ડોઝ લીધો હતો. જેમાં સવારે 10 થી 8 વાગ્યા સુધી લોકોને રસી આપવામાં આવી હતી. હાલ જિલ્લામાં કુલ 1,95,821 રસીનો ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ડોઝ 1,53,307 લોકોએ લીધો હતો જ્યારે બીજો ડોઝ 42,514 લોકોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...