તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:જિલ્લામાં ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કોરોનાના નવા 105 કેસ, 25 દર્દીનાં મૃત્યુ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે ધ્રાંગધ્રા, લખતર, લીંબડી અને સાયલામાં 9 કેસ, 2નાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસેમ્બર માસનું પ્રથમ સપ્તાહ કોરોનાના દર્દીઓ માટે આકરૂ સાબીત થયુ છે. 7 દિવસ દરમિયાન કોરોનાની સારવાર લઇ રહેલા 25 દર્દીઓના મોત થયા છે. એટલે કે, દરરોજ 3થી વધુ દર્દીઓના મોત થાય છે. સોમવારે પણ જિલ્લાનો કોરોનાથી મૃતાંક 2 નોંધાયો છે. જયારે નવા 9 કેસ ધ્યાને આવતા જિલ્લાનું કોરોનામીટર 3117 પર પહોંચ્યુ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. નવેમ્બર માસના 30 દિવસમાં કોરોનાથી 56 દર્દીઓના મોત થયા હતા. જેની સામે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ 25 કોરોનાગ્રસ્ત દર્દીઓ કાળનો કોળીયો બન્યા છે. ડિસેમ્બર માસની પહેલી તારીખે જ જિલ્લામાં રેકોર્ડબ્રેક 9 દર્દીઓના મોત થયા હતા.

ત્યારે તા. 6ના રોજ જિલ્લામાં જાણે યમરાજાએ રાખી હોય તેમ કોરોનાથી એકપણ મોત નોંધાયુ હતુ. વળી તા. 7ને સોમવારે પણ 2 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે. જયારે સપ્તાહમાં 25ના મોતની સામે નવા 105 કેસ નોંધાયા છે અને 124 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે. સોમવારે લખતર તાલુકાના અંકેવાળીયા ગામની 45 વર્ષીય મહિલા, ઢાંકીના 28 વર્ષીય યુવાન, સવલાણાના 60 વર્ષીય પુરૂષ અને લખતર શહેરની 46 વર્ષીય મહિલા સહિત 4 કેસ નોંધાયા છે. જયારે ધ્રાંગધ્રામાં 3, લીંબડીમાં 1, સાયલામાં પણ 1 કેસ નોંધાયો છે.

સોમવારના 9 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 3117 પર પહોંચ્યુ છે. જયારે સોમવારે વઢવાણ શહેરની 60 વર્ષીય મહિલા અને તાલુકાના પ્રાણગઢ ગામે રહેતા 65 વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત થયુ છે. બીજી તરફ જિલ્લામાં વધુ 72 દર્દીઓ સાજા થતા કોરોનામુકત દર્દીઓને આંક 2740 થયો છે.નોંધનીય છે કે, નવેમ્બર માસના 30 દિવસમાં કુલ 56ના મોત સામે ડિસેમ્બરના 7 દિવસના 5 લોકોના કોરોનાથી મોત થયા છે.

ડિસેમ્બરમાં કોરોના

તારીખકેસમોતરીકવર
તા.11297
તા.27215
તા.315217
તા.41950
તા.524513
તા.61900
તા.7927
કુલ105

25

124
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો